કાર્યવાહી:ગોત્રીમાં કેમરી સ્પાની આડમાં દેહ વેપાર ચલાવતો સંચાલક ઝડપાયો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગ્રાહકને મોકલી પોલીસે છટકું ગોઠવી ગોરખધંધો ઝડપી પાડ્યો
  • ગ્રાહક દીઠ એન્ટ્રીના રૂ.1500, દેહવેપારના રૂ.3 હજાર લેવાતા હતા

ગોત્રીમાં સ્પાની આડમાં વિદેશી યુવતીઓ લાવીને દેહવેપાર કરાવતા સ્પાના માલિક અને મેનેજર તેમજ ગ્રાહકની પોલીસે ધરપકડ કરી છે. દરોડા દરમીયાન પોલીસે થાઈલેંડની યુવતી અને સ્થાનિક યુવતીને મુક્ત કરાવી હતી.ઝોન-2 લોકલ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એ.યુ.દિવાનના જણાવ્યા અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, ગોત્રી વિસ્તારમાં વાસણા સ્મશાનગૃહની સામે અર્બનવન કોમ્પલેક્ષમાં આવેલા કેમરી સ્પામાં વિદેશી યુવતીઓ લાવીને દેહવેપારનો ગોરખધંધો કરવામાં આવી રહ્યો છે.

પોલીસે બાતમીના આધારે સ્પામાં ડમી ગ્રાહક મોકલી તપાસ કરાવ્યા બાદ દરોડો પાડી સ્પાના માલિક ધવલ જગદીશભાઈ રાજપુત (રહે-સરદારભવનનો ખાંચો, કારેલીબાગ) તેમજ મેનેજર મેહુલ યોગેશભાઈ પરમાર (રહે-વિહારિકા પાર્ક, વડોદરા) તેમજ સ્પામાં આવેલો ગ્રાહક સચિન વિષ્ણુભાઈ જોશી (રહે-ઓપી રોડ, સંતોષનગર વુડાના મકાન)ની ધરપકડ કરી હતી. સ્પામાં આ ગોરખધંધો ચાલતો હતો ત્યારે તેમાં સંચાલકો દ્વારા માત્ર એન્ટ્રી પેટે રૂા.1500 જેટલી રકમ લેવામાં આવતી હતી જ્યારે દેહવેપાર માટે યુવક દિઠ રૂપિયા 2500થી લઇને રૂા.3 હજાર સુધીની રકમ લેવામાં આવતી હતી.

અન્ય સમાચારો પણ છે...