માર મારતા LIVE દ્રશ્યો:ગોધરામાં 6 શખ્સોએ તલવાર અને લોખંડની પાઈપથી યુવાનને જાહેરમાં માર મારીને લૂંટી લીધો, વીડિયો વાઈરલ

વડોદરા2 મહિનો પહેલા
  • ગોધરા વ્હોરવાડના ઢાળમાં એક વ્યક્તિને મારક હથિયારથી માર્યો
  • ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો
  • ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ફરિયાદ

ગોધરાના વ્હોરવાડથી મેસરી નદીના જવાના ઢાળ પર એક કાર સવાર પોતાની કાર લઇને આવતો હતો. તે દરમ્યાન બે બાઇક ઉપર બેસીને 6 જેટલા ઇસમો આવીને કારને રોકી હતી. મારક હથિયાર સાથે આવેસા ઇસમોએ કારની તોડફોડ કરીને કારમાં બેસેલા યુવાનને બહાર કાઢીને મારમારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. વાઈરલ વીડિયોની ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

તારી બહેને કરેલી ફરિયાદ પાછી કેમ ખેંચાવતો નથી તેમ કહીને માર્યો
પોલીસ ફરિયાદ મુજબ કાર લઈને આવતા મહેફુજ ઉર્ફે કચૂકો આદમ ધત્યાને 'તારી બહેને કરેલી ફરિયાદ પાછી કેમ ખેંચાવતો નથી' તેમ કહીને વ્હોરવાળ ઢાળ ઉપર સુફિયાન ઉર્ફે માવજા સિદીક બક્કર, આમીર ઈદ્રીસ હઠીલા ઉર્ફે ઇદા, બસીર સિદિક મીઠાભાઈ, ઇસ્માઇલ ઊર્ફે સુલતાન અબ્દુલ રહીમ હાજીયા તથા આસિફ ઈદ્રીસ હઠીલાએ હાથમાં તલવાર તથા લોખંડની પાઇપો લઈને આવીને આજે તને મારી નાંખવાનો છે તેમ કહી ને મહેફુજ ધત્યાને મારક હથિયારથી માર મારીને ગંભીર ઈજાઓ કરી હતી.

ગોધરા વ્હોરવાડના ઢાળમાં એક વ્યક્તિને મારક હથિયારથી માર્યો
ગોધરા વ્હોરવાડના ઢાળમાં એક વ્યક્તિને મારક હથિયારથી માર્યો

યુવાનના 20 હજાર રૂપિયા અને મોબાઈલ લૂંટી લીધા
ઇમરાન લતીફ ગાંજીએ કારમાંથી મોબાઈલ અને 20 હજાર રૂપિયા રોકડાની લૂંટ કરી હોવાની ફરિયાદ નોધાઇ હતી. જાહેર રસ્તા પર કાર રોકીને મારક હથિયારોથી એક વ્યક્તિને માર મારતો વીડિયો વાઈરલ થતાં લોકોમાં ભય પ્રસરી ગયો હતો.

ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે.
ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ફરિયાદ.
ગોધરાના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ફરિયાદ.
અન્ય સમાચારો પણ છે...