મહિલાઓની સુરક્ષાને લઇને ઉઠી રહેલા સવાલો વચ્ચે વડોદરા પોલીસના મહિલા સેલ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી 70 રોમિયોને ઝડપી લેવામાં આવ્યા છે.
56 ડિકોય કરાઈ
વડોદરામાં તૃષા હત્યાકાંડ તેમજ વડોદરામાં જ વેક્સિન ગ્રાઉન્ડમાં થયેલ સામૂહિક દુષ્કર્મ બાદ નવસારીની યુવતીની આત્મહત્યાના છ મહિના બાદ પણ આરોપીઓ હાથ નહીં લાગતા શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે વડોદરા પોલીસની મહિલા સેલની ટીમ દ્વારા ડિસેમ્બર 2021થી અત્યાર સુધીમાં 56 ડિકોયમાં 70 રોમિયોને ઝડપી લીધા હોવાનુ જણાવવામાં આવ્યું છે.
મહિલાને હારેનગતી કરનારાને ઝડપી લેવાયા
મહિલા સેલના ACP રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશન દીઠ મહિલાઓ, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે શી-ટીમની રચના કરવામા આવી છે. જેમા પ્રોજેક્ટ સ્પર્શ, પ્રોજેક્ટ જીંદગી હેલ્પલાઇન, પ્રોજેક્ટ આત્મનિર્ભર જેવા કુલ સાત પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવે છે. મહિલા પોલીસની શી ટીમ શાળા, ક્લાસીસ, કોલેજો અને અવાવરુ જગ્યાએથી મહિલાઓ થતી હોય ત્યાં તૈનાત રહે છે. સાથે જ મહિલાને હારેનગતી કરતા ટપોરીઓને રોકવા રોમિયો ડિકોય કરવામાં આવે છે. જેમાં ડિસેમ્બર 2021થી આજ દિન સુધી 56 સફળ ડિકોયમાં કુલ 70 જેટલા ટપોરીઓેને ઝડપી લેવામાં આવ્યા છે.
પોલીસ સ્ટેશન પ્રમાણે પકડાયેલ રોમિયા
લક્ષ્મીપુરા-3
પાણીગેટ-8
કારેલીબાગ-5
ફતેગંજ-6
નવાપુરા-5
રાવપુરા-4
વારસીયા-6
જે.પી.રોડ-8
નંદેસરી-1
સયાજીગંજ-4
ગોરવા-4
સિટી-4
હરણી-4
બાપોદ-2
માંજલપુર-2
ગોત્રી-1
છાણી-2
વાડી-1
કુલ 56 ડિકોયમાં 70 રોમિયો પકડાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.