મધરાતે દોડધામ:ફતેગંજની મિરાજ રેસિડેન્સીમાં લિફ્ટ અધવચ્ચે બંધ થઇ જતાં 4 લોકો 15 મિનિટ પૂરાઇ રહ્યાં

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના ફતેગંજ વિસ્તારમાં રવિવારે બાર વાગ્યે બે બાળકો સહિત છ લોકો લિફ્ટ માં ફસાતા 15 મિનિટ સુધી ચાર લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે સોસાયટીના રહીશો અને ફાયરબ્રિગેડ દ્વારા તાત્કાલિક થયેલી કાર્યવાહીને પગલે તમામને હેમખેમ બહાર કાઢવામાં સફળતા મળી હતી.

શહેરના ફતેગંજ મિરાજ રેસીડેન્સીમા રવિવારે રાત્રે બાર વાગ્યે લીફ્ટ માં ઉપર જઇ રહેલા પરિવારમાં હડકંપ મચ્યો હતો. અચાનક પહેલા માળે લિફ્ટ બંધ થતા પરિવારના ચાર સભ્યો અને બે બાળકો ગભરાયા હતા. લિફ્ટમાં બાળકો હોવાને પગલે પરિવારજનો ના જીવ તાળવે ચોંટયા હતા.ઈમરજન્સી બટન દબાવવા છતાં પણ દરવાજો ન ખુલતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.

સોસાયટીના રહીશ હાફિસ ભાઈએ જણાવ્યું હતું કે, સમીરભાઈ ધનાની, વાહબ ભાઈ ધનાની સહિત ચાર જણ ચોથે માળ રહેતા રહેતા હોવાથી લિફ્ટમાં ઉપર જઈ રહ્યા હતા લિફ્ટમાં ચાર ની કેપેસીટી હોવા છતાં તેમના બે બાળકોને પણ લિફ્ટમાં બેસાડતા ઓવરલોડ થઈ હતી. જેને પગલે અટકતા તમામ ગભરાયા હતા જોકે 15 મિનિટ બાદ ફરી લિફ્ટ ચાલુ થઇ ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...