પાડો આવ્યો રે પાડો...:વડોદરાના ડબકામાં પાડાના ડરથી લોકો ઝાડ પર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા, લોકો ઘરની બહાર પણ નીકળતા નથી

વડોદરા12 દિવસ પહેલા
ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાડાએ આતંક મચાવ્યો છે
  • ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં હિંસક પાડાએ અત્યાર સુધીમાં 10થી વધુ લોકો પર હુમલો કર્યો
  • સ્થાનિકો કહે છે કે, પાડાના ત્રાસના કારણે અમે આમલીના ઝાડ પર ખાટલા બાંધીને રહીએ છીએ

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પાડાએ મચાવેલા આતંકના પગલે હાહાકાર મચી ગયો છે. અનેક લોકોને ઇજા પહોંચાડનાર પાડાના ડરથી લોકો ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા છે. ભાઠાના લોકો દિવસે પણ ઘરની બહાર નીકળી શકતા નથી. સતત ભયના ઓથાર નીચે દિવસો પસાર કરી રહ્યા છે. તળીયાભાઠાના લોકો દ્વારા પાડાના આતંકથી બચાવવા માટે તંત્રને અપીલ કરવામાં આવી છે.

પાડો લોકો પર જીવલેણ હુમલો કરે છે
પાદરા તાલુકાના ડબકા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે તળિયા ભાઠા વિસ્તાર આવેલો છે. ડબકાના તળીયા ભાઠા અને ગંભીરાના ભાઠા વિસ્તારમાં 100 જેટલા લોકો છૂટાછવાયા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી એક પાડાએ ભાઠા વિસ્તારમાં ભારે આતંક મચાવ્યો છે. જે લોકોને જુએ તેના ઉપર જીવલેણ હુમલો કરી રહેલા પાડાએ અનેક લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચાડતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે. લોકો સતત ભયના ઓથાર નીચે દિવસો પસાર કરી રહ્યા છે.

પાડાના ડરથી લોકો ઝાડ પર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા છે
પાડાના ડરથી લોકો ઝાડ પર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા છે

સ્થાનિકો કહે છે કે, આમલીના ઝાડ પર ખાટલા બાંધીને રહીએ છે
ડબકાના તળીયા ભાઠામાં પરિવાર સાથે રહેતા સજનબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી પાડાએ જીવવું મુશ્કેલ કરી દીધું છે. અમે પરિવારમાં 9 સભ્યો છે. અમે આમલીના ઝાડ ઉપર ખાટલા બાંધીને રહીએ છે. હુમલો કરી રહેલો પાડો બાળકો, મોટા માણસો તેમજ ઢોરને નિશાન બનાવી રહ્યો છે. અત્યાર સુધીમાં 10 જેટલા લોકો ઉપર હુમલો કરીને નાની-મોટી ઇજા પહોંચાડી છે. વહેલીતકે પાડાને પકડવામાં આવે તેવી અમારી માંગણી છે. જો વહેલી તકે પાડો પકડવામાં નહીં આવે તો કોઇનો ભોગ લેશે તેવું લાગી રહ્યો છે.

ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં હિંસક પાડાએ અત્યાર સુધીમાં 10થી વધુ લોકો પર હુમલો કર્યો
ડબકાના તળિયા ભાઠા વિસ્તારમાં હિંસક પાડાએ અત્યાર સુધીમાં 10થી વધુ લોકો પર હુમલો કર્યો
તળીયાભાઠાના લોકો દ્વારા પાડાના આતંકથી બચાવવા માટે તંત્રને અપીલ કરવામાં આવી છે
તળીયાભાઠાના લોકો દ્વારા પાડાના આતંકથી બચાવવા માટે તંત્રને અપીલ કરવામાં આવી છે

લોકો માટે જીવવું મુશ્કેલ થઇ ગયું છે
ડબકાના મહી નદીના તળિયા ભાઠા વિસ્તારમાં રહેતા મમતાબેન જણાવ્યું કે, પાડો સાંજે આવે છે અને ઘર પાસે રમતા બાળકો તેમજ ઘર પાસે બેસતા લોકો અથવા સીમમાં ખેતમજૂરી કામેથી આવતા લોકો માટે જીવવું મુશ્કેલ થઇ ગયું છે. લોકો ઝાડ પર રહેવા મજબુર બન્યા છે. પાણી ભરવા માટે જઇ શકાતું નથી. છેલ્લા 15 દિવસથી દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા છે. વહેલી તકે પાડાને પકડી ભાઠાના લોકોને પાડાના આતંકથી બચાવવા અમારી માંગ છે. પાડાના આતંકથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

ડબકાના મહી નદીના તળિયા ભાઠા વિસ્તારમાં રહેતા મમતાબેન
ડબકાના મહી નદીના તળિયા ભાઠા વિસ્તારમાં રહેતા મમતાબેન

અત્યાર સુધીમાં 6થી વધુ લોકો પર હુમલો કર્યો
ડબકા ગામના અગ્રણી નિલેશભાઇ જાદવે જણાવ્યું હતુ કે, ડબકો તળીયા ભાઠા વિસ્તારમાં આંતક મચાવી રહેલા પાડાથી મુક્તિ અપાવવા માટે ફોન આવ્યો હતો. જેથી ડબકા તળીયા ભાઠા વિસ્તારની મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે, એક પાડાએ ભારે આતંક મચાવ્યો છે. ડબાકા તળીયા ભાઠા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી એક પાડાએ ભારે આતંક મચાવ્યો છે. પાડો જે લોકોને જોવે છે તેના ઉપર જીવલેણ હુમલો કરી રહ્યા છે. તળીયા ભાઠાના લોકો પાડાના આતંકથી બચવા માટે ઝાડ ઉપર ખાટલા બાંધીને રહેવા મજબૂર બન્યા છે. તેમના પશુઓ રામભરોસે જીવી રહ્યા છે. અમારી તંત્ર પાસે માંગણી છે કે, વહેલી તકે આ પાડાને પકડીને જંગલ ખાતાને સોંપી દેવામાં આવે.

ડબકા ગામના અગ્રણી નિલેશભાઇ જાદવ
ડબકા ગામના અગ્રણી નિલેશભાઇ જાદવ
અન્ય સમાચારો પણ છે...