તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Curfew Near Vadsar Bridge, Instead Of Taking Action Against The Person Who Kept The Leaf Open, Two Policemen Beat The Cattle And Tore The Clothes.

ખાખી વર્દીના ‘ગુંડારાજ’સામે કાર્યવાહી:વડસર બ્રિજ પાસે કર્ફ્યૂમાં ગલ્લો ખુલ્લો રાખનાર સામે કાર્યવાહીને બદલે પોલીસ કર્મીઓએ ઢોર માર મારી કપડાં ફાડી નાંખ્યા, જમીન પર પછાળી લાતો મારી

વડોદરા12 દિવસ પહેલા
માંજલપુર પોલીસ સ્ટેશનના કર્મીઓએ પાનના ગલ્લાવાળાને માર્યો
  • પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થઇ ગયા હતા
  • સિવિલ ડ્રેસમાં પહોંચેલા પોલીસ કર્મીઓએ દુકાનદારને ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા

વડોદરા શહેરનાના વડસર બ્રિજ પાસે કર્ફ્યૂના સમય બાદ પાનનો ગલ્લો ખુલ્લો રાખનાર દુકાનદાર સામે કાર્યવાહી કરવાને બદલે માંજલપુર પોલીસ મથકના બે કોન્સ્ટેબલોએ ઢોર માર-મારવામાં આવ્યો હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં સમા પોલીસ મથકના જવાનોએ મફતમાં ડુંગળી ન આપનાર શાકભાજીના વેપારીને માર માર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાને લઇને સરકાર દ્વારા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.

પોલીસ કર્મીએ પાનના ગલ્લાવાળાને ફડાકા ઝીંક્યા હતા
પોલીસ કર્મીએ પાનના ગલ્લાવાળાને ફડાકા ઝીંક્યા હતા

સરકારના આદેશ અનુસાર રાત્રિ કર્ફ્યૂનું ચુસ્ત પાલન થાય તે માટે શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેરસિંઘે પણ જાહેરનામું બહાર પાડવમાં આવ્યું છે. જો કે, કેટલીક હદે શહેરમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ થઇ રહ્યો છે. જ્યાં કર્ફ્યૂનો ભંગ થતો હોય ત્યાં પોલીસ કાયદાકીય કાર્યવાહી કરતી હોય છે. ખાખી વર્દીનો દૂર ઉપયોગ કરનાર માંજલપુર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલો ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ કાયદાથી ઉપરવટ જઇ કર્ફ્યૂનો ભંગ કરી પાનનો ગલ્લો ખુલ્લો રાખનારને મારમાર્યો હતો. પોલીસ જવાનોના કરતુતના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ જવાનોની વધતી જતી લુખ્ખાગીરી સામે લોકોએ રોષ ઠાલવ્યો હતો..

સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મીઓએ દુકાનદારના કપડાં ફાડી નાંખ્યા હતા
સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મીઓએ દુકાનદારના કપડાં ફાડી નાંખ્યા હતા

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે, શહેરના વડસર બ્રિજ નજીક દુકાનો આવેલી છે. જ્યાં એક પાનનો ગલ્લો પણ આવેલો છે. મોડી રાત્રે 10 વાગ્યા બાદ પણ આ પાનનો ગલ્લો ખુલ્લો હતો. માંજલપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઠાકોરભાઇ અને હરીશ ચૌહાણ ત્યાં પહોંચ્યાં હતા. સિવિલ ડ્રેસમાં પહોંચેલા આ બન્ને પોલીસ કર્મીઓએ દુકાનદારને પહેલા તો ઉપરા છાપરી લાફા ઝીંક્યાં હતા. ત્યારબાદ તેને જમીન પર પછાળી લાતો મારી હતી. એટલેથી ન અટકતા તેઓએ દુકાનનું શટર ખોલી દુકાનદારને બહાર કાઢી ફરી ઢોર માર માર્યો હતો. પોલીસ કર્મીઓના માર સહન ન કરનાર દુકાનદારે તેમની સામે હાથ જોડ્યા હતા. છતાં તેઓ માર મારતા રહ્યા હતા.

આ ઘટના અંગે દુકાનદારનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ તેઓએ આ મામલે કંઇ પણ કહેવાનું ટાળી, તબીયત સારી ન હોવાનુ જણાવ્યું હતુ. તેમજ દવાખાના વર્દી લખાવી હોવાનું તેઓએ વાતચીત દરમિયાન જણાવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, એક તરફ શહેર પોલીસ પ્રજાને સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃત કરી રહી છે કે, લોકો કઇ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ પોલીસ કર્મીઓ દ્વારા ખાખીનો દૂરઉપયોગ કર્યાની ઘટના સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...