તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:કોરોનાની રિકવરીમાં વડોદરા 26મા નંબરે દાહોદ અને છોટાઉદેપુર કરતાં પણ પાછળ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય સુવિધામાં પછાત ગણાતા છોટાઉદેપુરનો 11મો અને દાહોદનો 16મો ક્રમ

રાજયમાં વડોદરા રિકવરી રેટમાં 26મા નંબરે છે. વડોદરાની હોસ્પિટલોની આરોગ્ય સેવાઓ કથળી છે કે પછી ખાનગી હોસ્પિટલો જાણી બૂઝીને કોરોના દર્દીઓને એડમિટ રાખી રહી છે તેવો સવાલ એટલા માટે પણ ઊભો થાય છે કે, માત્ર વડોદરામાં જ અત્યાર સુધી 125થી વધુ દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલે નિયમ કરતાં વધુ બિલ ફટકાર્યું હોવાની ફરિયાદ પાલિકાના ડેઝિગ્નેટેડ અધિકારી સમક્ષ કરી છે.

ખાનગી હોસ્પિટલો દર્દીઓને વધુ દિવસ રાખતી હોવાથી પણ રિકવરી રેટ ઓછો
રાજ્ય સરકારના રિપોર્ટ મુજબ (પાલિકાના નહીં) વડોદરામાં 19,046 ટેસ્ટિંગ થયા તે પૈકી 16,813 રિકવર્ડ થયા છે એટલે કે આ ટકાવારી 88.27%ની છે, જે રાજ્યમાં 26મા ક્રમે છે. વડોદરા કરતાં આ ટકાવારીમાં માત્ર પાટણ (83.63%), નર્મદા (85.01%), મહીસાગર (86.70%), અરવલ્લી (85.08%), અમરેલી ( 83.47%) અને બોટાદ (85.68%)ની રિકવરી સાથે વડોદરા કરતાં પાછળ છે.સંક્રમણ તજ્જ્ઞ ડો. હિતેન કારેલિયા કહે છે કે, મુખ્ય કારણ એ છે કે વડોદરામાં દર્દીઓ મોડે મોડે દાખલ થાય છે. બીજું શહેરમાં પોલ્યૂશન વધારે છે. આસપાસના ઉદ્યોગો સ્વાસ્થ્યને પણ અસર કરે છે. આરોગ્ય અમલદાર દેવેશ પટેલે જણાવ્યું કે, હાલનો રિકવરી રેટ છે તે પણ વધારે છે. સહેજ આગળ-પાછળ હોય તેનાથી ઝાઝો ફેર પડતો નથી.’

નવેમ્બર સુધી કયા જિલ્લાનો કેટલો રિકવરી રેટ થયો

નં.જિલ્લોપોઝિટિવરિકવર્ડ કેસટકાવારી
1વલસાડ12761,27598
2નવસારી14231,39098
3ભાવનગર50834,92797
5ડાંગ12512197
6પોરબંદર61359096
7ભરૂચ32273,09596
8જામનગર8992861595.8
9તાપી93188595.05
10સુરત41,95939,49794.13
11છોટાઉદેપુર74169794.06
12આણંદ1740163493.9
13સાબરકાંઠા2108197893.83
14જૂનાગઢ4134387393.68
15દ્વારકા88482693.43
16દાહોદ2254209192.76
17ખેડા19.68182392.68
18ગીર સોમનાથ2020185691.88
19કચ્છ3125285491.32
20મહેસાણા5114462590.43
21રાજકોટ15,57514,06890.32
22મોરબી2512225989.92
23બનાસકાંઠા3614328688.95
24અમદાવાદ48,00042,69388.94
25ગાંધીનગર6266553588.33
26વડોદરા19,04616,81388.27
27સુરેન્દ્રનગર2824247387.57
28મહીસાગર1527132486.7
29બોટાદ90177285.68
30અરવલ્લી93279385.08
31નર્મદા1602136285.01
32પંચમહાલ3230278583.63
33પાટણ3330278583.63
34અમરેલી3171264783.47

(ઉપરોક્ત ડેટા 24 નવેમ્બર, 2020 સુધીના છે)

  • વડોદરામાં દિવાળી અગાઉના દિવસોમાં રિકવરી રેટ ઓછો હતો. 6થી 15 નવેમ્બર સુધીના 10 દિવસમાં 729 દર્દીઓ રિકવર થયેલા પાલિકાએ જાહેર કર્યા હતા. જ્યારે 16 થી 25 નવેમ્બર સુધીમાં 1039 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા.

કોરોનાના ટેસ્ટ વધારીને 6000 સુધી લઈ જવાશે
વડોદરામાં કોરોનાના ટેસ્ટિંગ અને પોઝિટિવ કેસો સમાંતરે દરરોજ વધતા જાય છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં 3200 જેટલા ટેસ્ટિંગ થતા હતા તેની સંખ્યા ક્રમશ: વધારતાં જઇને મંગળવારના રોજ 3,815 જેટલા ટેસ્ટ કરાયા હતા. બીજી તરફ આ ટેસ્ટિંગનો આંક વધારીને 6000 સુધી કરવામાં આવશે. આ વિશે આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે જણાવ્યું કે, ‘સરકારમાંથી ટેસ્ટિંગ વધારવા ટાર્ગેટ પણ અપાયો છે. જેને પગલે ટેસ્ટિંગ વધારી દેવાયું છે. જોકે આડેધડ નહીં જરૂરિયાત મુજબ ક્રમશ: વધારીશું.’

અન્ય સમાચારો પણ છે...