કોરોના વડોદરા LIVE:સતત કોરોના કેસમાં વધારો, 6 દર્દી ઓક્સિજન પર, એક્ટિવ કેસનો આંક વધીને 850ને પાર

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • હાલ હોસ્પિટલોમાં 51 દર્દી દાખલ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નવા 162 કેસ નોંધાયા હતા. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,37,593 પર પહોંચી ગઇ છે. વધુ 74 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 1,35,967 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 757 પર પહોંચ્યો છે.

હોસ્પિટલોમાં 51 દર્દી દાખલ
વડોદરા શહેર અને જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 869 થઇ છે. હાલમાં હોસ્પિટલોમાં 51 દર્દી દાખલ છે. જે પૈકી 6 દર્દી હાલ ઓક્સિજન પર છે. હાલમાં શહેરમાં 648 લોકો ક્વોરન્ટીન છે.

આ વિસ્તારોમાં નવા કેસો નોંધાયા
વડોદરામાં એકતાનગર, અકોટા, અટલાદરા, બાપોદ, ભાયલી, છાણી, ગોરવા, દિવાળીપુરા, ફતેપુરા, ગાજરાવાડી, ગોત્રી, હરણી, સવાદ, કપુરાઈ, જેતલપુર, મકરપુરા, માંજલપુર,નવાપુરા, નવાયાર્ડ, નવીધરતી, પાણીગેટ, રામદેવનગર, સુભાનપુરા, તાંદલજા, ઉંડેરા, વડસર, વારસીયા, યમુનામીલ, ગોરજ, જાસપુર, આસોજ, ચોરંદા, મોટાફળીયા, પાચીયાપુરા, સાધી, રામપુરા, કરજણ, ભરથાણા, ઇન્દ્રાડ, સામળયા, ગારડીયા, ભાદરવા, રસુલાપુરા, લસુંદ્રા, ગાંગડીયા, ગોઠડા, ભથોરા, વાંકાનેર, સાવલી, રતનપુરા, કેલનપુર, સોખડા, આજોડ, રણોલી, ઓમકારપુરા, મિરઝાપુરા, દશરથ, ઇન્દિરાપુર, વાઘોડિયામાં નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ઝોન પ્રમાણે કેસ
વડોદરામાં ઝોન પ્રમાણે નવા નોંધાયેલા કેસ તરફ નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 25, પશ્ચિમ ઝોનમાં 30, ઉત્તર ઝોનમાં 29 અને દક્ષિણ ઝોનમાં 12 કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં 66 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...