અધૂરી તૈયારી:કોમર્સમાં 11મીથી પ્રથમ વર્ષના ક્લાસ શરૂ કરાશે, 8મીથી વર્ગ શરૂ નહીં થઇ શકે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 9,800 વિદ્યાર્થીના પ્રવેશ કન્ફર્મ, હજુ સંખ્યા વધશે

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના ઓનલાઇન વર્ગો 8 ઓક્ટોબરથી શરૂ નહિ થઇ શકે. હજુ કોઇ તૈયારી કરાઈ ન હોવાથી હવે 11 ઓક્ટોબરે પ્રથમ વર્ષના વર્ગો શરૂ થાય તેવી શક્યતા સત્તાધીશોએ વ્યક્ત કરી છે. મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના વર્ગો 8 ઓક્ટોબરથી શરૂ થઇ શકશે નહિ. ફેકલ્ટીના સત્તાધીશો અત્યારે વિદ્યાર્થીઓના એડમિશન સહિતની પ્રક્રિયામાં વ્યસ્ત છે ત્યારે વર્ગો શરૂ કરવા તૈયારી કરી શકાઇ ન હોવાનું જાણવા મળ્યું છે. કોમર્સ ફેકલ્ટીમાં અત્યાર સુધી 9,800 વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થઇ ગયા છે.

આગામી સમયમાં હજુ વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ લેશે. ઉપરાંત કોમર્સ ફેકલ્ટી દ્વારા પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન પ્રોગ્રામ પણ ઓનલાઇન ચાલી રહ્યો છે. જોકે તેમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી નોંધાઇ રહી છે. કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો દ્વારા 8 ઓક્ટોબરથી પ્રથમ વર્ષની ઓનલાઇન શરૂઆત કરવા માટેની જાહેરાત કરાઈ હતી. જે શક્ય ન બનતાં 11 ઓક્ટોબરથી વર્ગો શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...