• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In Chotaudepur, The Family's Fifth Standard Dropout Daughter Came To Vadodara, The Stranded Girl Was Handed Over To Her Uncle By Abhayam's Team.

ફરી અભયમ મદદે આવ્યું:છોટાઉદેપુરમાં પરિવારે પાંચમાં ધોરણથી અભ્યાસ છોડાવી દેતા દીકરી વડોદરા આવી ગઈ, અટવાઈ ગયેલી કિશોરીને અભયમની ટીમે તેના કાકાને સોંપી

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

છોટાઉદેપુર પાસેના ગામની કિશોરીને અભ્યાસ કરવો હતો, પરંતુ, માતા-પિતા ખેતરમાં કામ કરાવવા પાંચમા ધોરણથી અભ્યાસ છોડવી દેતા કિશોરી વડોદરા રહેતાં કાકાના ઘરે અવવા નીકળી હતી. જોકે, વડોદરા આવી, ત્યારે તેની પાસે કાકાના રહેઠાણનું સરનામું કે, કોન્ટેક્ટ નંબરના હોવાથી અટવાઈ ગઈ હતી. જાગૃત નાગરિકે અભયમની ટીમનો સંપર્ક કર્યો હતો. જેથી અભયમ ટીમે કિશોરીને વડોદરામાં રહેતા તેના કાકાને શોધીને તેમને સોંપી હતી.

વડોદરામાં એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઈનની મદદ માગતાં જણાવ્યું હતું કે 15 વર્ષની અજાણી દીકરી મળી આવી છે તેથી 181 મહિલા હેલપલાઇન ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી 15 વર્ષની દીકરીને સાંત્વના આપી હતી અને અસરકારક કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, દીકરીએ ભણવું છે, પરંતુ, 5 ધોરણ પછી માતા-પિતાએ અભ્યાસ છોડાવી દીધો હતો અને રોજ ખેતર માં ખુબ કામ કરાવે છે. આજ રોજ દીકરી એ ખેતર જવાની ના પાડતા માતા ખીજાઇ ગયા હતા, તેથી દીકરીને ખોટું લાગતા વડોદરા રહેતા પોતાના કાકાના ઘરે રહેવાના ઇરાદે ઘરના લોકો થી છુપાઈને વડોદરા આવી પહોંચ્યા હતા. સાંજ પડ્યે 15 વર્ષની દીકરી મૂંઝવણમાં મુકાઇ હતા. ઘરેથી છુપાઈને નીકળેલી હોવાથી કાકાનો મોબાઈલ નંબર લેવાનો રહી ગયો હતો અને કાકાના ઘરનું સરનામું પણ ખબર નહોતું, તેથી સેન્ટ્રલ બસ ડેપો એ રડી રહ્યા હતા તેવા સમયે જાગૃત નાગરિકે 181માં કોલ કરી મદદ માંગી હતી.

181ની ટીમ દ્વારા દીકરીનું અસરકારક કાઉન્સેલિંગ કરીને માતા પિતા નું નામ, સરનામું મેળવ્યું હતું. ત્યાર બાદ છોટાઉદેપુર લોકેશનનો કોન્ટેક્ટ કરીને ગામના આજુબાજુ ના ઓળખીતા લોકોનો કોન્ટેક્ટ કરી દીકરીના પિતાનો કોન્ટેક્ટ કર્યો અને વડોદરા માં રહેતા કાકા સાથે કોન્ટેક્ટ કરી કાકા-કાકી ના ઘરે સુરક્ષિત રીતે દીકરીને પહોચાડી હતી. તેમજ દીકરીના પિતાને ફોન દ્વારા સમજાવ્યા હતા કે દીકરીને શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે. દિકરીને શિક્ષણ આપશો તો દરેક સમસ્યા સામે લડી શકશે. સરકાર દ્રારા અનેક છાત્રાલય ચાલે છે, જેમાં વિનામૂલ્યે દીકરીઓને ભણાવવામાં આવે છે, જેની માહિતી આપી હતી. આમ,15 વર્ષની દીકરીને સુરક્ષિત કાકા-કાકીના ઘરે પહોંચાડી હતા. કિશોરીને પણ આ રીતે અજાણ્યાં સ્થળે એકલાં નિકળી જવુ યોગ્ય નથી કોઈ સમયે મુશ્કેલીમાં મુકાવું પડે જેની સમજ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...