તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:છોટાઉદેપુરમાં કોરોના કાળ વચ્ચે Dyspની લાપરવાહી, માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સ વગર સરકારી કચેરીમાં જન્મદિવસ ઉજવ્યો

છોટાઉદેપુર11 દિવસ પહેલા
માસ્ક વગર જ અધિકારીઓ દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.
  • વીડિયો વાઈરલ થતાં પોલીસ અધિકારીની બેદરકારી સામે આવી

રાજ્યભરમાં કોરોના વાઈરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે છોટાઉદેપુરના Dyspની બેદરકારી સામે આવી છે. Dysp એ. વી. કાટકડની બર્થડેની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોરોના કાળ વચ્ચે જ સરકારી કચેરીમાં જ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસના અધિકારીઓના ચહેરા પર માસ્ક જોવા મળ્યું નહોતું. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની કોઈપણ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું નહોતું.

પોલીસ અધિકારીઓ પણ સેલિબ્રેશનમાં જોડાયાં હતાં.
પોલીસ અધિકારીઓ પણ સેલિબ્રેશનમાં જોડાયાં હતાં.

ચર્ચાનો વિષય બન્યો
વીડિયો અનુસાર એકપણ અધિકારી કે કર્મચારીના મોઢા ઉપર માસ્ક દેખાતું નહતું. જેથી ચર્ચાનો વિષય બન્યો હતો.જન્મ દિવસની ઉજવણીમાં સહકર્મીઓ અને અધિકારીઓ જોડાયા હતાં. જેમાં અન્ય Dysp, એલ. સી. બી. પીઆઈ પણ પાર્ટીમાં હાજર રહ્યા હતા. હાલમાં કોરોના કાળની ભયંકર પરિસ્થિતિમાં ચાલી રહ્યો હોય અને એક પણ અધિકારીના મોઢા ઉપર માસ્ક ન હોય જે નવાઈ ભરી વાત છે.

પોલીસ કચેરીમાં જ કેક કટિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ કચેરીમાં જ કેક કટિંગ કરવામાં આવ્યું હતું.

પોલીસની બેદરકારી સામે આવી
કોરોના નિયમોને ખુદ જવાબદાર અધિકારીઓએ નેવે મુક્યા છે. જેની ચર્ચાએ સમગ્ર છોટાઉદેપુરમાં જોર પકડ્યું હતું.હાલ પોલીસ દ્વારા લોકોને માસ્કના નામે હજાર રૂપિયાનો દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસના જવાનો દ્વારા જ માસ્ક ન પહેરવામાં આવતું હોય દંડ કરવા સોશિયલ મીડિયામાં કોમેન્ટ વહેતી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો