તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી સેવા:વડોદરામાં કોરોના મહામારીમાં મોભીએ નોકરી ગુમાવતાં પરિવારે સ્મશાનને ઘર બનાવ્યું, કોરોનાના મૃતકોનાં અંતિમસંસ્કાર-અસ્થિવિસર્જનની સેવા કરે છે

વડોદરા5 મહિનો પહેલા
વડોદરાનો મહારાષ્ટ્રિયન પરિવાર.
  • લોકડાઉનને કારણે રોજગારી ગુમાવતાં પરિવારને છૂટક મજૂરીકામ કરીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો
  • કોઈ સહારો ન મળતાં મોભીએ છેવટે પરિવાર સાથે વાસણા સ્મશાનમાં રહેવાનું નક્કી કર્યું હતું
  • કોરોનાના દર્દીઓના મૃતદેહોની અંતિમ ક્રિયાથી માંડીને સ્વખર્ચે અસ્થિવિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે

વિકરાળ રૂપ ધારણ કરનાર કોરોનાએ અનેક પરિવારોને ભરડામાં લઈ લીધા છે. કોરોનાની મહામારીમાં અનેક લોકોએ નોકરી ગુમાવી છે, તો અનેક લોકોએ પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે, ત્યારે કોરોનાની આ મહામારીમાં નોકરી ગુમાવનાર વડોદરાના મહારાષ્ટ્રિયન પરિવારના મોભીએ પરિવારનું ગુજરાન ચલાવવા સાથે ઘરની છત પૂરી પાડવા વડોદરાના વાસણા ગામના સ્મશાન ખાતે પોતાનું ઘર બનાવ્યું છે અને ત્યાં રહીને મૃતકોના અંતિમસંસ્કારની કામગીરી કરી રહ્યો છે.

લોકડાઉનને કારણે રોજગારી ગુમાવતાં પરિવાર સ્મશાનમાં રહેવા લાગ્યો
મૂળ મહારાષ્ટ્રના વતની અને છેલ્લા એક વર્ષથી વાસણા ગામના સ્મશાનમાં કનૈયાલાલ શિર્કે પરિવાર સાથે રહે છે અને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમવિધિની તમામ જવાબદારી નિભાવી રહ્યું છે. એક વર્ષ પૂર્વે કોરોનાની કારમી થપાટનો ભોગ બનેલા કનૈયાલાલ સિર્કે કલરકામનો વ્યવસાય કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ કોરોનાની પહેલી લહેર સમયે આવેલા લોકડાઉનને કારણે રોજગારી ગુમાવતાં તેમને છૂટક મજૂરીકામ કરીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો.
છેવટે કોઈ સહારો ન મળતાં તેમણે પોતાના પરિવાર સાથે સ્મશાનમાં રહેવાનું નક્કી કર્યું.

લોકડાઉનને કારણે રોજગારી ગુમાવતાં પરિવારને છૂટક મજૂરીકામ કરીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો.
લોકડાઉનને કારણે રોજગારી ગુમાવતાં પરિવારને છૂટક મજૂરીકામ કરીને જીવન ગુજારવાનો વારો આવ્યો હતો.

ચિતાના સળિયા ઉપાડવાનું કામ કરતી વખતે હાથે અને પગે દાઝ્યા
કનૈયાલાલ છેલ્લા એક વર્ષથી તેમની પત્ની તેમજ બે નાનાં બાળકો સાથે વડોદરા શહેરના વાસણા સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહોની અંતિમક્રિયાથી માંડીને સ્વખર્ચે અસ્થિવિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે. અંતિમસંસ્કારની કામગીરી દરમિયાન કનૈયાલાલ સ્મશાનની ઇલેક્ટ્રિક ચિતામાં સળિયા ઉપાડવાનું કામ કરતાં તેમને હાથ તેમજ પગના ભાગે દાઝી જવાથી ઇજાઓ પણ પહોચી છે.

કોઈ સહારો ન મળતાં મોભીએ છેવટે પરિવાર સાથે વાસણા સ્મશાનમાં રહેવાનું નક્કી કર્યું હતું.
કોઈ સહારો ન મળતાં મોભીએ છેવટે પરિવાર સાથે વાસણા સ્મશાનમાં રહેવાનું નક્કી કર્યું હતું.

અસ્થિઓને સ્વખર્ચે નદીમાં વિસર્જિત કરીને મૃતકોને મોક્ષની પ્રાપ્તિ થાય એવું કાર્ય કરે છે
કનૈયાલાલે જણાવ્યું હતું કે હાલ કોરોનાની મહામારીને કારણે કેટલાંક સ્વજનો મૃતકનાં અસ્થિ તો ઠીક, દૂરથી મૃતદેહને હાથ લગાડવા પણ તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ પોતે અસ્થિઓને એકત્રિત કરીને સ્વખર્ચે નદીમાં વિસર્જિત કરીને મૃતકોને મોક્ષની પ્રાપ્તિ થાય એવું કાર્ય કરી રહ્યા છે.

કોરોનાના દર્દીઓના મૃતદેહોની અંતિમક્રિયાથી માંડીને સ્વખર્ચે અસ્થિવિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે.
કોરોનાના દર્દીઓના મૃતદેહોની અંતિમક્રિયાથી માંડીને સ્વખર્ચે અસ્થિવિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે.

સામાજિક સંસ્થાઓને પરિવારના ભરણપોષણની જવાબદારી ઉપાડી
નોંધનીય છે કે કનૈયાલાલના આ ભગીરથ કાર્યની જાણ કેટલીક સામાજિક સંસ્થાઓને થતાં તેમણે કનૈયાલાલને કામ સામે વળતર આપવા સહિત પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ ઉપાડી છે.

ચિતાના સળિયા ઉપાડવાનું કામ કરતી વખતે કનૈયાલાલ હાથે અને પગે દાઝ્યા છે.
ચિતાના સળિયા ઉપાડવાનું કામ કરતી વખતે કનૈયાલાલ હાથે અને પગે દાઝ્યા છે.

સ્મશાનમાં રહીને સેવાકાર્યની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે
સામાન્ય રીતે નાગરિકો સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે અથવા તો તેમને ડર સતાવતો હોય છે, એવામાં આ પરિવાર પોતે સ્મશાનમાં રહીને સેવાકાર્ય કરતાં તેમના આ પુણ્યકાર્યની સરાહના સમગ્ર શહેરમાં થઈ રહી છે.