તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગદર્શિકા:અકસ્માત કેસમાં વાહનચાલક અને ભોગ બનનારનાં મોબાઇલ લોકેશન અનિવાર્ય

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગેરરીતિઓ અટકાવવા ચાર્જશીટ માટે સીઆઇડી ક્રાઇમની માર્ગદર્શિકા જાહેર
  • વળતર મેળવવા માટે ખોટા પુરાવાઓ ઊભા કરાતા હતા : સીસીટીવી ફૂટેજ પણ મેળવવા પડશે

અકસ્માતના કેસમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ સામે એમએસીટી કોર્ટમાં વળતર મેળવવા માટે દાખલ થતાં દાવાઓમાં ગેરરિતીઓ થતી હોવાની બાબત સપાટી પર આવતાં તેની તપાસ માટે સીટની રચના કરવામાં આવી હતી. તપાસના અંતે સીઆઇડી ક્રાઇમે એક માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. જે મુજબ અકસ્માતના કેસમાં જ્યારે તપાસ અધિકારી ચાર્જશીટ દાખલ કરે તે સમયે જ આ પ્રકારની ગેરરિતિઓ અટકાવવા માટે હવે અકસ્માતના બનાવમાં સંડોવાયેલ વાહન ચાલક, વાહન માલિક, ગુનાની માહિતી આપનાર વ્યક્તિ તેમજ બનાવને નજરે જોનાર સાક્ષીના મોબાઇલ લોકેશન અને સીડીઆરની માહિતી ચાર્જશિટ સમયે શામેલ કરવાની રહેશે.

આ ઉપરાંત અકસ્માતની આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી તે પણ શામેલ કરવાના રહેશે. આ ઉપરાંત જો પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ એન્ટ્રી નોંધાઇ હોય કે, અકસ્માત મોતનો ગુનો હોય તો પણ ઉપરોક્ત માર્ગદર્શિકા મુજબની કાર્યવાહી કરવાની રહેશે.

આ કેસના આધારે માર્ગદર્શિકા બનાવાઈ
બનાવની વિગત એવી છે કે, અદાલતમાં વળતર માટે દાખલ થતી અરજીઓમાં અણહક્કની અરજીઓ મોટી સખ્યામાં દાખલ થતી હોવાની બાબત સપાટી પર આવ્યાં બાદ હાઇકોર્ટે તપાસ માટે સીટની રચના કરવા જણાવ્યું હતું. રાજ્ય સરકારે પોલીસ મહાનિરિક્ષક (સીઆઇડી ક્રાઇમ)ના વડપણ હેઠળ ટીમની રચના કરી હતી. ઈન્શ્યોરન્સ કંપનીના અધિકારી દ્વારા પણ ટીમને વાહન અકસ્માતની તપાસ સુદ્રઢ બનાવવા માટેનો આગ્રહ રાખી અકસ્માતના કેસ અંગે ડિટેઇલ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...