તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અટલાદરામાં 3 લાખની બીડી-સિગારેટ સાથે 2 શખ્સ ઝબ્બે, 2,63,350 રૂપિયાનો મુદ્દામાલ કબજે

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતાં 2 શખ્સોને શહેર એસઓજી પોલીસે  સિગારેટ, બીડી અને તમાકુના અંદાજે 3 લાખના જથ્થા સાથે ઝડપી લીધા હતા. શહેર એસઓજી પીએસઆઇ એ.બી.મિશ્રા અને તેમની ટીમને બાતમી મળી હતી કે  અટલાદરા વિસ્તારમાં ભાથુજી મંદિર લીમડી પળીયામાં રહેતો પિયુષ પલોડ નામનો શખ્સ તેના મકાનમાં તમાકુની બનાવટોનો મોટો જથ્થો રાખી ઉંચા ભાવે વેચે છે, જેથી પોલીસે દરોડો પાડતાં પિયુષ પ્રહલાદ પલોડ પાસેથી તમાકુ તથા બીડી અને સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પિયુષના ઘરમાંથી 2,63,350 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.  આ ઉપરાંત એસ.ઓ.જી.ના એ એસ.આઇ અબ્દુલ રઝાક ઉસ્માન ભાઈ ને બાતમી મળી હતી કે અટલાદરા ગામમાં  ઝાપા પોળમાં રહેતો રાજેશ ગાંધી તેના મકાનની નીચેના કરિયાણાની દુકાનમાં તમાકુની બનાવટો રાખી વધુ ભાવે વેચાણ કરે છે જેથી પોલીસે દરોડો પાડી રાજેશ ગોરધન ગાંધી ને ઝડપી લઇ તેની પાસેથી બીડી સિગારેટ, માવા અને તમાકુના પાઉચ મળીને  77050 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો