તપાસ:અનગઢમાં પ્રેમીની પૂર્વ પ્લાનિંગ કરી હત્યા મોબાઇલ ફોન શોધવા માટે તળાવ ખુંદાયું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પ્રેમિકા અને પતિનો કોરોના ટેસ્ટ કરાયો

આણંદના સામરખાના પ્રેમીને અનગઢ મળવા બોલાવી પ્રેમિકા અને તેના પતિએ તેનું કાસળ કાઢી નાખ્યું હતું. આ બનાવમાં મૃતક મિલનના ફોનને હત્યારા પતિએ તળાવમાં ફેંકી દીધો હોવાથી પોલીસ તેની શોધખોળમાં તળાવ ખૂંદી રહી છે. બીજી તરફ આ બનાવમાં ફરિયાદ આપનાર ધર્મેન્દ્રે પ્લાનિંગથી મર્ડર કરાયું હોવાનું જણાવ્યું હતું.

આણંદના સામરખા નજીક આવેલા ભાટિયાપુરમાં રહેતા 25 વર્ષના પરિણીત મિલન પરમારને તેના ગામની જ શિવાની સાથે પ્રેમ સંબંધ હતો. દોઢ વર્ષ પહેલાં તેના લગ્ન અનગઢ ગામના રાજુ ગોહિલ સાથે થયા હતા, છતાં તેઓ વચ્ચે પ્રેમ સંબંધ અકબંધ હતો. શિવાનીનો બર્થડે હોવાથી સામરખાથી તેને મળવા માટે મિલન તેના પિતરાઈ ભાઈ ધર્મેન્દ્રને બાઇક પર લઈ અનગઢ આવ્યો હતો. જ્યાં મિલનને ઘરે બોલાવી શિવાની અને તેના પતિએ માર મારી અને દવા પીવડાવી હતી. લથડિયાં ખાતા બહાર આવેલા મિલનને બાઇક પર લઈ ધર્મેન્દ્ર પંચાયત નજીક લઈ ગયો હતો. જ્યાં આવી પહોંચેલા શિવાનીના પતિ રાજુએ મિલનનો મોબાઈલ નજીકના તળાવમાં નાખ્યો હતો. મિલનના મોબાઈલમાં શિવાની અને મિલન વચ્ચેની ચેટ અને કોલ રેકોર્ડિંગ હોઈ શકે છે, જે કેસ માટે મહત્ત્વપૂર્ણ થઈ શકે છે. જેને ધ્યાનમાં રાખી પોલીસે મિલનનો મોબાઈલ મેળવવા શોધખોળમાં લાગી છે.

ઘટનામાં ફરિયાદી બનેલા ધર્મેન્દ્રે જણાવ્યું હતું કે, અનગઢ આવ્યા ત્યારે અમે દોઢ કલાક જેવું રોકાયા હતા ત્યાં મિલન અને મારા વચ્ચે કોઈ વાતચીત થઈ નહતી. ઘરની બહાર અડધો કલાક રોકાયા હતા. તે વખતે ઘરમાં શું થયું તેની મને જાણ નથી. મને મિલને બોલાવ્યો હતો એટલે હું ત્યાં ગયો હતો. મને મર્ડર પ્લાનિંગથી કર્યું હોય તેમ લાગે છે.

અન્ય સમાચારો પણ છે...