તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:અલકાપુરીમાં પતિએ રૂમમાં પૂરી દીધેલાં પત્ની-પુત્રીને અભયમે મુક્ત કરાવ્યાં

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રૂમમાં પુરાયેલી મહિલાએ આણંદ રહેતા તેના ભાઇને ફોન કર્યો

અલકાપુરીમાં રહેતા બિઝનેસમેને તેની પત્ની અને પુત્રી પર ત્રાસ ગુજારી બંનેને રૂમમાં પૂરી દેતાં મહિલાએ આણંદમાં રહેતા ભાઇને ફોન કર્યો હતો. મહિલાના ભાઈએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઈન અભયમને ફોન કરી મદદ માગતાં ટીમ પહોંચી હતી અને મહિલાના પતિને કડક શબ્દોમાં તાકીદ કરી મહિલા અને તેની પુત્રીને રૂમમાંથી મુક્ત કરાવ્યાં હતાં.

તેમનો પતિ બિઝનેસમેન છે અને કરોડોની મિલકત છે પણ શાંતિથી જીવવા દેતો નથી અને સવારથી બંનેને રૂમમાં પૂરી દીધા હતા
અલકાપુરીમાંથી એક યુવકનો ફોન આવ્યો હતો અને હું આણંદથી મારી બહેનને લેવા આવ્યો છું, પણ જીજાજીએ બહેન અને ભાણીને રૂમમાં પૂરી દરવાજા બંધ કરી દીધા છે અને તમારી મદદ જોઈએ છે. જેથી સ્થળ પર પહોંચેલી અભયમની ટીમે તપાસ કરતાં દરવાજો બંધ હોવાનું જણાયું હતું. જેથી મહિલાના પતિને દરવાજો ખોલવા જણાવ્યું હતું, પરંતુ તેણે દરવાજો ખોલવાની ના પાડતાં અભયમની ટીમે કાર્યવાહી કરવાની તાકીદ કરી હતી. લાંબી સમજાવટ બાદ પતિએ દરવાજો ખોલ્યો હતો. અભયમને મહિલાએ જણાવ્યું કે, તેમના લગ્નને 20 વર્ષ થયા છે અને 15 વર્ષથી તેનો પતિ તેમને અને તેમની પુત્રીને ત્રાસ આપે છે. રોજ તેમનો પતિ ધમકી આપી અત્યાચાર કરે છે. તેના પિતા તેની પર ખરાબ નજર રાખતા હોવાનું પુત્રીએ જણાવ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તેમનો પતિ બિઝનેસમેન છે અને કરોડોની મિલકત છે પણ શાંતિથી જીવવા દેતો નથી અને સવારથી બંનેને રૂમમાં પૂરી દીધા હતા. જેથી તેણેે તેના ભાઇને ફોન કર્યો હતો. સોસાયટીના રહીશોએ અભયમને જણાવ્યું કે, પતિ કાયમ ઝઘડો કરે છે અને જમવાનું અલગ બનાવે છે. અભયમેે મહિલાને પુત્રી સાથે પિયર મોકલવાની તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...