તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અકોટામાં કાર ચાલકે અન્ય કાર-બાઇકને અડફેટ લીધાં

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અકોટા હોટેલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જતા ટોળું ભેગું થયું હતું - Divya Bhaskar
અકોટા હોટેલ પાસે કાર ચાલકે અકસ્માત સર્જતા ટોળું ભેગું થયું હતું
  • હોટલ વિવાંતાનો દરવાજો પણ તોડી નાખ્યો
  • IT કંપની ચલાવતો યુવક ઘેરથી કહ્યા વિના નીકળ્યો હતો

શહેરના અકોટા વિસ્તારમાં આવેલી વિવાંતા હોટેલ પાસે ગુરુવારે સવારે ફુલ સ્પીડમાં આવેલા કાર ચાલકે બાઇક અને અન્ય કારને અડફેટમાં લઇ અકસ્માત સર્જ્યા બાદ હોટલના ગેટને પણ નુકશાન કર્યું હતું. અકોટામા્ં વિવાંતા હોટલ પાસે ગુરુવારે સવારે કાર ચાલક ફુલ સ્પીડમાં પસાર થયો હતો અને તે પેટ્રોલ પંપથી ટર્ન લઇને પરત આવ્યો ત્યારે તેણે બાઇકને ટક્કર મારી હતી. જો કે બાઇક ચાલક બાઇક પરથી કુદી ગયો હતો. ત્યારબાદ કાર ચાલકે અન્ય કારને પણ ટક્કરમારી નુકશાન કર્યા બાદ હોટલના ગેટ સાથે કારને અથડાવી ગેટને પણ નુકશાન કર્યું હતું.

બાઇક ચાલકે જણાવ્યું હતું કે હું બાઇક લઇને જતો હતો ત્યારે પેટ્રોલ પંપથી ટર્ન લઇને કાર સામેથી આવી હતી જેથી હું બાઇક છોડીને ભાગી ગયો હતો. કાર ચાલકે પાર્કીંગમાં પડેલી કારને તથા ગેટને નુકશાન કર્યું હતું અને હોટલમાં જતો રહ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે હોટલમાંથી ગુરુવિંદરસિંગ હરવિંદરસીંગ વિર્દી (રહે, ગુંડગાંવ)ને પકડી લઇ પોલીસ સ્ટેશનમાં લઇ આવી હતી. જો કે આ મામલે કાર ચાલક સામે મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે ગુરુવિંદરસિંગ 6 તારીખે કાર બુક કરાવી કાર લઇ ગુડગાંવથી અજમેર જવા માટે ઘેરથી કોઇને કહ્યા વગર જ નિકળી ગયો હતો અને વડોદરા આવી હોટેલ વિવાંતામાં રોકાયો હતો પણ ત્યાંથી પણ તેની વર્તુણુંક જોતાં તેને રુમ ખાલી કરવા જણાવાયું હતું.તપાસમાં કારમાંથી કંઇ વાંધાજનક મળ્યું ન હતું કે તેણે નશો પણ કરેલો ના હોવાનું બહાર આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...