• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • In A Moving Rickshaw In Vadodara, A Passenger Molested A Woman Sitting Next To Him, Hit People Including The Woman In Public, Finally Apologized

વીડિયો વાઈરલ:​​​​​​​વડોદરામાં ચાલુ રિક્ષામાં મુસાફરે બાજુમાં બેસેલી મહિલાની છેડતી કરી, મહિલા સહિત લોકોએ જાહેરમાં ફટકાર્યો, અંતે માફી માંગી

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજવા રોડ ઉપર બનેલા બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો

ઓટોરિક્ષામાં મુસાફરી દરમિયાન મહિલા મુસાફરની છેડતી કરનાર મુસાફરને મહિલા અને ઓટો રિક્ષાચાલક સહિત અન્ય લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જોકે છેડતી કરનાર મુસાફરે મહિલાની માફી માંગી લેતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો. આજવા રોડ ઉપર બનેલા બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

મુસાફરે બાજુમાં બેઠેલી મહિલાની શારિરીક છેડતી કરી હતી
મળેલી માહિતી પ્રમાણે, શહેરના માંડવીથી શટલ ઓટો રીક્ષામાં આજવા રોડ કમલાનગર જોવા માટે એક મુસાફર બેઠો હતો. આ શટલ રિક્ષામાં અન્ય બે મહિલા મુસાફરો પણ આજવા રોડ જવા માટે બેઠી હતી. દરમિયાન ચાલુ ઓટોરિક્ષામાં પુરુષ મુસાફરે બાજુમાં બેઠેલી મહિલાની શારિરીક છેડતી કરતા મહિલા રોષે ભરાઇ હતી. અને આજવા રોડ ઉપર છેડતી કરનાર મુસાફરને મેથીપાક ચખાડ્યો હતો.

પુરુષ મુસાફરે બાજુમાં બેઠેલી મહિલાની શારિરીક છેડતી કરતા મહિલા રોષે ભરાઇ હતી
પુરુષ મુસાફરે બાજુમાં બેઠેલી મહિલાની શારિરીક છેડતી કરતા મહિલા રોષે ભરાઇ હતી

મુસાફર લોહીલુહાણ થઇ ગયો હતો
મહિલા મુસાફર સાથે છેડતી કરનાર મુસાફરને ઓટો રિક્ષા ચાલકે પણ મેથીપાક ચખાડ્યો હતો. તે સાથે આજવા રોડ પર આ બનાવ બનતા ભેગા થઇ ગયેલા લોકો પૈકી અન્ય લોકોએ પણ મેથીપાક ચખાડ્યો હતો. મુસાફરને લોકોએ મેથીપાક ચખાડતા લોહીલુહાણ થઇ ગયો હતો. મેથીપાક પડતાં મુસાફરે મહિલાની માફી માગી માગી હતી.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી હતી. જોકે ઓટો રિક્ષા ચાલકે છેડતી કરનાર મુસાફરે મહિલાની માફી માગી લેતા રવાના કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...