તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:જમીનના ઝઘડામાં દિયરે ભાભીને પાઇપ ફટકારી

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક

અનગઢ ગામમાં જમીન બાબતે તકરાર થતાં દિયરે ભાભી પર પાઇપ વડે હુમલો કરી પરિવારના અન્ય સભ્યોએ માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.

અનગઢના ભગવાનપુરામાં રહેતાં શારદાબેન ગોહિલ 3 દિવસ અગાઉ સવારે તેઓ કામ કરતાં હતાં તે સમયે તેમના દિયર નટુભાઈ અને તેમની પત્ની ભાનુબેન જમીન બાબતે તકરાર કર્યા બાદ શારદાબેન સાથે ઝપાઝપી કરી માર માર્યો હતો. નટુભાઈએ લોખંડની પાઈપથી શારદાબેનને માર માર્યો હતો. નટુભાઈના બે પુત્રો વિપુલ અને દિલીપ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને તેઓએ પણ મોટી કાકી સાથે મારઝૂડ કરી હતી. બનાવ સંદર્ભે નંદેસરી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...