ભાસ્કર વિશેષ:8 નોરતામાં 300 કુમારિકાના પગ ધોઈ પૂજા, ભોજન સાથે ભેટ સોગાદો અપાઇ

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બરોડા યુથ ફેડરેશન દ્વારા નવરાત્રિના નવ દિવસ  કુવારિકાઓને જમાડી તેમનું પૂજન અર્ચન કરાયું હતું. આઠમે હરણી મોટનાથ મંદિર ખાતે કુંવારિકાઓના પગ ધોઇને પૂજા કરાઇ હતી. - Divya Bhaskar
બરોડા યુથ ફેડરેશન દ્વારા નવરાત્રિના નવ દિવસ કુવારિકાઓને જમાડી તેમનું પૂજન અર્ચન કરાયું હતું. આઠમે હરણી મોટનાથ મંદિર ખાતે કુંવારિકાઓના પગ ધોઇને પૂજા કરાઇ હતી.
  • બરોડા યુથ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આઠમે મોટનાથ મંદિર ખાતે કુંવારિકાઅોનું સામૂહિક પૂજન
  • જ્યાં કુમારિકાઓનું પૂજન થાય છે ત્યાં દેવોનો વાસ, શાસ્ત્રોમાં ઉલ્લેખ

શહેરના બરોડા યુથ ફેડરેશન દ્વારા નવરાત્રીમાં રોજ 51 કુમારીકાઓનું પુજન-અર્ચન કરી માતાજીની આરાધના કરવામાં આવી રહી છે. નવરાત્રીના 8 દિવસમાં સંસ્થાના યુવકોએ કુલ 300 કુમારીકાઓનું પુજન કર્યું છે. આઠમના દિવસે હરણીના મોટનાથ મહાદેવના મંદિર ખાતે સંસ્થા દ્વારા કુમારીકાઓને બોલાવી તેમનું પુજન કરી ભેટ આપીને તેમને જમાડી હતી.

બરોડા યુથ ફેડરેશનના સભ્ય રૂક્મીલ શાહે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા નવરાત્રીના નવ દિવસ શહેરના વિવિધ વિસ્તારોમાં કુમારીકાઓનું પુજન-અર્ચન કરી તેમને ભોજન કરાવીને માની આરાધના કરીએ છીએ. ગત વર્ષથી આ પરંપરા ચાલુ કરી છે.

ફેડરેશનના સભ્યો દ્વારા 7 ઓક્ટોબરથી શરૂ થયેલી નવરાત્રીમાં તરસાલી, ખોડિયારનગર, મીરા ચાર રસ્તા-સંગમ, હાથીખાના, કારેલીબાગ, આનંદનગર સહિતના વિસ્તારોમાંથી 300 કુમારીકાઓનું પુજન-અર્ચન કરી તેમને જમાડવામાં આવી હતી. જ્યારે 13 ઓક્ટોબરના રોજ આઠમના દિવસે સવારે 11 વાગે મોટનાથ મહાદેવ ખાતે આનંદનગરની 51 કુમારીકાઓનું પુજન-અર્ચન કરી તેમને ભેટ આપવામાં આવી હતી. શાસ્ત્રી નયન જોશીએ જણાવ્યું હતું કે શાસ્ત્રો મુજબ જ્યાં કુમારીકાનો આદર સત્કાર થાય છે.ત્યાં બધા દેવો પ્રસન્ન થઈને નિવાસ કરી આશીર્વાદ આપે છે.

અન્ય સમાચારો પણ છે...