તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હારશે કોરોના:7 દિવસમાં 2475 દર્દી ઘરમાં જ રહીને સાજા થયાં

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
હોમ ક્વોરન્ટાઇનમાં પરિવાર સાથે રમત રમતાં રમતાં કોરોનાને મ્હાત આપી - Divya Bhaskar
હોમ ક્વોરન્ટાઇનમાં પરિવાર સાથે રમત રમતાં રમતાં કોરોનાને મ્હાત આપી
 • શહેરમાં પોઝિટિવનો આંક 45 હજારને પાર, અઠવાડિયામાં 4995 પોઝિટિવ પૈકી 3709 દર્દીએ કોરોનાને હરાવ્યો

વડોદરા શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ સારવાર લઈને ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંક પણ વધી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરની સરકારી, ખાનગી અને હોમ ક્વોરન્ટાઈન 3,709 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જેમાં સૌથી વધુ 2,475 દર્દીઓ ઘરમાં જ સાજા થયા છે.

શહેરમાં કુલ પોઝિટિવ દર્દીઓનો આંક 45 હજારને પાર કરી ગયો છે. જોકે સામે 37 હજાર દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. હાલમાં ઘરમાં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 10,960 પર પહોંચી છે. શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં 3,709 જેટલા દર્દીઓ સાજા થયા છે. જેમાં સૌથી વધુ 66 ટકા દર્દીઓ એટલે કે 2,475 જેટલા દર્દીઓ ઘરે સારવાર દરમિયાન સાજા થયા છે. જ્યારે સરકારી હોસ્પિટલમાંથી 587 અને ખાનગી હોસ્પિટલમાંથી 647 દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ, સરેરાશ 353 જેટલા દર્દીઓ રોજ ઘરે જ સારા થાય છે.

હોમ ક્વોરન્ટાઇનમાં પરિવાર સાથે રમત રમતાં રમતાં કોરોનાને મ્હાત આપી
‘હું અને મારા મિત્રો એક મિત્ર નવા ઘરમાં શિફ્ટ થયા તેની ખુશીમાં ઘરમાં જ ગેટ ટુ ગેધરનો આનંદ માણવા ભેગા થયા હતા. જેના બીજા દિવસે એક મિત્રને ડાયેરિયા થઈ ગયા બાદ રીપોર્ટ પોઝિટિવ આવતા જ તાકીદે અમે પણ આખા પરિવારે કોરોનાનો રિપોર્ટ કરાવતા હું, મારી પત્ની અને મારી બંને દિકરીઓ પોઝિટિવ આવ્યા હતા. ડોક્ટરે ઘરમાં જ આઈસોલેશન થઈને સારવાર શરૂ કરવાની સલાહ આપી હતી.

મારા મિત્રો અને પરિવારજનાેએ પૌષ્ટિક વાનગીઓ ખવડાવી અમારો ખ્યાલ રાખ્યો હતો. અમે આખો દિવસ પરીવાર સાથે અલગ અલગ રમતો રમી દિવસો કાઢ્યા હતા. એકાંતરે વિડિયો કોલીંગથી સ્વજનો સાથે પોઝિટિવ વાતો કરી 15 દિવસ કાઢ્યા હતાં. મારી એક જ સલાહ છે, કોરોના થાય તે પહેલા તેનાથી ડરો અને માસ્ક ચોક્કસ પહેરો. અને જો તમે કોરોના માં સપડાવ તો તેનાથી ડર્યા વગર તેનો સામનો કરી હિંમતભેર સાજા થાવ. (કલ્પેશ પટેલે જણાવ્યા અનુસાર)

એક સપ્તાહના આંકડા
​​​​​​​

મહિનોસરકારીખાનગીહોમકુલ
એપ્રિલ​​​​​​​હોસ્પિટલહોસ્પિટલક્વોરન્ટાઇનસાજા
​​​​​​​
2687114374575
276874244386
287371294438
298981326496
308099389564
1 મે102110413625
2 મે8898435621

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો