વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચની ગણતરી કેવી રીતે કરાશે તેનું બીજુ પત્રકપણ જાહેર કરવામાં આવ્યું છે. આ પત્રકમાં ફરાસખાના, વાહનોના ભાડાની વિગતો આવરી લેવામાં આવી છે. 2017ની વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં વાહનોના ભાડાનો ખર્ચ 61 ટકા સુધી મોંઘો થયો છે. જ્યારે ચૂંટણી પ્રચાર માટે બેસવાની વ્યવસ્થાના ખર્ચમાં ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફરાસખાનામાં રિવોલ્વિંગ ચેરના રૂ.30થી ઘટાડીને રૂ.20 કર્યાં 3 સીટર સોફાના રૂ.50ના રૂ.20 થયાં. એટલે કે ચૂંટણીમાં ફરવાનું-ફરાવવાનું મોંઘું થયું છે, પણ ‘બેસવાનું’ સોંધું થયું છે.
આ ચૂંટણીમાં રૂ.3212 મુજબ ખર્ચ કરવા તૈયાર રહેવું પડશે
ગત ચૂંટણીમાં કૂલરનો એક દિવસનો ચાર્જ રૂ.500 હતો જે આ ચૂંટણી માટે રૂ.459 થયો છે. પણ સ્પિલ્ટ એસીનો એક દિવસનો ભાવ રૂ.2100 હતો જે આ ચૂંટણીમાં રૂ.3212 મુજબ ખર્ચ કરવા તૈયાર રહેવું પડશે. એટલે કે કૂલરમાં બેસાડવું સસ્તુ પડશે. આ ઉપરાંત પોતાના મતદાર કે કાર્યકરોને ઉમેદવાર કલર ટીવી જો ઉમેદવાર બતાવવું પણ ગત ચૂંટણીની સરખામણીએ મોંઘુ પડશે.
આ ખર્ચનો વધારો 158 ટકાનો
કારણ કે, ગત ચૂંટણીના રૂ. 1500ની સરખામણીએ હાલમાં રૂ. 3,878 પ્રતિદિન જાહેર કર્યા છે. આ ખર્ચનો વધારો 158 ટકાનો છે. આ ચૂંટણીમાં ઢોલ નગારાના રૂ.252 અને ફટાકડાના એક પેકેટના રૂ.80 ગણવામાં આવશે. વડોદરામાં રેડિયો ચેનલમાં પ્રચાર માટે 10 સેકન્ડનો ચાર્જ 1200 રૂપિયા ગણાશે. આ ઉપરાંત કોર્ડલેસ માઇક્રોફોનનો ખર્ચ દિવસનો રૂ.917 અને લેપટોપનો રૂ.300 મુજબ ગણવામાં આવશે.
ચૂંટણીમાં ખર્ચ કેટલો ગણાશે
રિવોલ્વિંગ ચેર : રૂ.30/-(2017) રૂ.20/-
3 સીટર સોફા : રૂ.50/-(2017) રૂ.20/-
કુશન સ્ટીલ ચેર : રૂ.30/-(2017) રૂ.20/-
મીની બસ: (17થી39 સીટર) રૂ.6,500/-(2017) રૂ.10,500/-
ટેમ્પો ટ્રાવેલર: (12થી17 સીટર) : રૂ.5,250/-(2017) રૂ.7,500/-
ઈનોવા : રૂ.4,200/-(2017) રૂ.6,500/-
હેલિકોપ્ટરના એક કલાકના રૂ.1.20 લાખથી રૂ.4.25 લાખ ચૂકવવા પડશે
ચૂંટણી દરમિયાન ઉમેદવારને હેલિકોપ્ટર પ્રવાસ કરવાની ઇચ્છા હોય તો તેણે મુલતવી રાખવી પડશે. કારણ કે, સૌથી સોંઘા ભાડાની ગણતરીએ પણ બેલ 206 એલ-3 હેલિકોપ્ટરના કલાકના ભાડાની રૂ.1.20 લાખ મુજબની ગણતરી કરાઇ છે. જ્યારે એસી ટવીન એન્જિન હેલિકોપ્ટનના કલાકના રૂ. 4.25 લાખનો રેટ ગણાઇ રહ્યો છે. નોંધનિય છે કે, સ્ટાર પ્રચારકો સામાન્ય રીતે ટૂંક સમયમાં જ વધુ સ્થળોને પ્રચાર અંતર્ગત આવરી શકે તે માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરતા હોય છે. આ ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી રહી છે ત્યારે તેઓ કઇ રીતે વધુ સ્થળે પહોંચશે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.