ભાસ્કર વિશેષ:5 દિવસમાં સૂર્ય, બુધ અને ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરતાં રાજકીય ચહલ-પહલ વધશે, રોગચાળો કાબૂમાં આવશે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજે સૂર્ય બાદ 20મીએ બુધનો વૃશ્ચિક રાશિમાં પ્રવેશ થતાં બુધાદિત્ય યોગ સર્જાશે

દેવપ્રબોધિની એકાદશી સાથે સાથે સૂર્ય, બુધ અને ગુરુ ગ્રહ 5 દિવસમાં રાશિ પરિવર્તન કરી રહ્યાં છે. જેમાં વૃશ્ચિક સંક્રાંતિ સાથે બુધાદિત્ય યોગ સર્જાઈ રહ્યો છે. વૃશ્ચિક સંક્રાંતિના કારણે ઠંડીમાં વધારો થવાની પણ સંભાવના છે. શાસ્ત્રી નયનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, 16 નવેમ્બરે ભોમ પ્રદોષ સાથે સૂર્યનો વૃશ્ચિકમાં બપોરે 1:01 કલાકે પ્રવેશ થતાં વૃશ્ચિક સંક્રાંતિ શરૂ થશેે. જેનો પુણ્યકાળ સવારે 6:49 કલાકથી બપોરે 1:01 કલાક સુધી રહેશે.

વૃશ્ચિકમાં જ 20 નવેમ્બરે બુધનો પ્રવેશ થતાં બુધાદિત્ય યોગ સર્જાશે. ગુરુનું રાશિ પરિવર્તન પણ 20 નવેમ્બરે 11:19 કલાકે કુંભ રાશિમાં થઈ રહ્યું છે. 3 ગ્રહના રાશિ પરિવર્તનથી રાજકીય ચહલ-પહલ દેખાશે. રોગ પર નિયંત્રણ પ્રાપ્ત થશે. માંગલિક પ્રસંગમાં વૃદ્ધિ થશે. સૂર્યનું વૃશ્ચિકમાં પરિવર્તન થતાં ઠંડીનો ચમકારો વધશે. પેટ્રોલ-ગેસ ઈત્યાદિ પદાર્થોનો ભાવ જળવાઈ રહેશે, જ્યારે સફેદ રંગની ચીજો મોંઘી થશે.

કઈ રાશિના જાતકોને કેવી અસર થશે?
મેષ : આરોગ્યની કાળજી રાખવી. સૂર્ય પૂજા કરવી.
વૃષભ : દાંપત્ય જીવનમાં મધુરતા રહે, ભાગીદારીથી લાભ.
મિથુન : વિદેશ યોગ ઉદભવે. શુભ સમય.
કર્ક : સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાય. પ્રેમમાં સફળતા.
સિંહ : મકાન સંબંધી પ્રશ્નો ઉકેલાય. માતૃવર્ગથી લાભ.
કન્યા : કોર્ટ,કચેરીના પ્રશ્નો ઉકેલાશે. સાહસથી સિદ્ધિ મળે.
તુલા : વાણી પર સંયમ વરતવો. ક્રોધ કરવો નહીં.
વૃશ્ચિક: માનસિક પરીતાપ રહે. શુભ પ્રસંગ યોજાય.
ધન : વિદેશથી શુભ સમાચાર મળે. ખર્ચનું પ્રમાણ વધે.
મકર : આવકમાં વૃદ્ધિ થશે. અણધાર્યો લાભ.
કુંભ : નોકરિયાત માટે શુભ સમય.
મીન : ભાગ્યવૃદ્ધિ થશે. યાત્રા-પ્રવાસના યોગ ઉદભવે.

19મીએ સંવત 2078નું પહેલું ચંદ્રગ્રહણ
વર્ષ 2021નું અંતિમ અને સંવત 2078નું પહેલું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે સર્જાશે. જોકે તે ભારતમાં દેખાશે નહીં, જેથી ધાર્મિક રીતે આ ગ્રહણ પાળવાનું રહેશે નહીં. આગામી દિવાળી 25 ઓક્ટોબરે જે સૂર્ય ગ્રહણ થશે તે ભારતમાં દેખાશે.

અન્ય સમાચારો પણ છે...