તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોઝિટિવ સમાચાર:5 દિવસમાં હોસ્પિટલોમાં 1083 દર્દી ઘટ્યાં,3835 સાજા થયાં,ઓક્સિજનની ખપત 6 ટન ઓછી થઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આપણી તકેદારીનું પરિણામ દેખાયું, હરખાશો નહીં પણ સાવચેત રહેજો
  • કોરોનાના કેસોનો ટેબલ ટોપ : 5 મેના રોજ હોસ્પિટલોમાં 10994 દર્દી દાખલ હતા, 10મેના રોજ ઘટીને દાખલ દર્દીઓ 9861 જ રહ્યાં
  • આશા : આગામી 7 દિવસમાં હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દી 20% હજુ ઘટી શકે છે
  • એલર્ટ : વેન્ટિલેટર બેડ અને આઇસીયુ બેડ માટે હજી પણ હાઉસફુલની સ્થિતિ

પાલિકાની વેબસાઇટ પરના 5મી મેના રિપોર્ટ મુજબ શહેરની વિવિધ હોસ્પિટલોમાં 10,944 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. જ્યારે 10મી મેના રોજ સાંજના રિપોર્ટમાં આ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓ 9861 હતા. 5 દિવસમાં જ 1,083 જેટલા દર્દીઓ બેડ પરથી ઘટ્યા છે. આ ઘટાડો 10 ટકાનો છે. બીજી તરફ ઓક્સિજનનો વપરાશ પણ 180 ટનમાંથી 6 ટન ઘટી 174 ટન થયો છે. આ ઘટાડો કોરોના સામેની સ્થિતિમાં નવી આશા જન્માવે છે.

છેલ્લા 5 દિવસમાં કોરોનાના 4,832 નવા કેસો નોંધાયા છે, જ્યારે સામે 3,835 લોકો સાજા થયા છે. 15મી માર્ચથી 18,053 વડોદરાવાસીઓએ કોરોનાને હંફાવ્યો છે. 5 દિવસમાં ઘરે રહીને સારવાર લેતા 2,518 દર્દીઓ સાજા થયા છે. જે આટલા જ દિવસોમાં સરકારી હોસ્પિટલમાંથી સાજા થયેલા 582 અને ખાનગી હોસ્પિટલમાંથી સાજા થયેલા 635 દર્દીઓના કુલ સરવાળા કરતાં પણ વધુ છે.

શહેરની ખાનગી હોસ્પિટલોના સંચાલકો અને તબીબો પણ સ્વીકારે છે કે છેલ્લા 3થી 5 દિવસ દરમિયાન હોસ્પિટલ સુધી પહોંચતા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ઓક્સિજન બેડ પરના દર્દીઓ ઘટ્યા છે. 5મી મેના રોજ આ દર્દીઓ 4,977 હતા, જે 10મીએ 4,444 થયા હતા. આ ઘટાડો 11 ટકાનો છે. વડોદરામાં કોરોના તેના શિખર પહોંચી ગયું છે અને હવે ટેબલ ટોપ સ્થિતિની શરૂઆત બતાવી રહ્યું છે. અઠવાડિયામાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો થશે. જો કે વેન્ટિલેટર પરના દર્દી 10 દિવસે ઘટશે.

  • નવા દર્દી ઘટ્યા છે. વેન્ટિલેટર પરના દર્દીઓ જે છેલ્લી ઘડીએ આવતા હતા તે બંધ થયા છે. હવે કેસો ઘટશે, પણ સંયમ જરૂરી છે. ડો.ઓબી બેલિમ, નોડલ ઓફિસર, SSG
  • શનિવાર સુધીમાં નોંધપાત્ર કેસો ઘટશે. મુખ્ય કારણ લોકડાઉન છે. જોકે ગંભીર દર્દીને ઘટતાં વાર લાગશે. લોકો ગાઇડલાઇનનું પાલન કરે. ડો. શીતલ મિસ્ત્રી, એડવાઇઝર
  • 5 દિવસથી વેન્ટિલેટર બેડની ઇન્કવાયરી ઘટી છે. કેસોની ટેબલ ટોપ સ્થિતિ આવી છે. પણ વેન્ટિલેટર, ઓક્સિજનના હજી દર્દી ઘટ્યા નથી. ડો. પારુલ બેંકર, બેંકર્સ હાર્ટ ઇન્સ્ટિ.
  • લોકો એલર્ટ થતાં અને સમયસર સારવાર માટે આવતા ગંભીર કેસો ઘટ્ય, કેસો ઘટવાની શરૂઆત છે. પણ વેન્ટિલેટર બેડ પર દર્દી ઘટ્યા નથી. ડો.મિતેશ શાહ, સવિતા હોસ્પિટલ
  • જાહેર થતાં કેસો ઘટ્યા તેનો અર્થ સ્થિતિ હળવી થઇ એવું નથીં. ગંભીર નહીં સાદા ઓક્સિજન- માઇલ્ડ સિમ્પ્ટોમેટિક કેસો ઘટ્યા છે. ડો. ઇન્દ્રજિત સિંઘ, COO, ટ્રાયકલર હોસ્પિ.
અન્ય સમાચારો પણ છે...