વ્યવસ્થા:3 વોર્ડમાં અધિકારીઓના નામ-નંબરનું બોર્ડ મૂકાયું, વોર્ડ 8,9,10ના લોકો સીધો સંપર્ક કરી શકશે

વડોદરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાસ્કરના રૂબરૂ કાર્યક્રમમાં થયેલી રજૂઆતનો પડઘો

10 મી જુલાઈના રોજ પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલા દિવ્ય ભાસ્કરના રૂબરૂ કાર્યક્રમમાં લોકોએ વોર્ડ કચેરીની બહાર અધિકારીઓના નામ અને તેમના ફોન નંબરની યાદી મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. જેના પગલે તંત્રને આ બાબત ધ્યાને લઈ વોર્ડ નંબર 8, 9 અને 10ની બહાર સંબંધિત અધિકારીઓના નામ અને ફોન નંબરની માહિતી મૂકી છે.

પ્રજાને પડતી સમસ્યાઓ તેઓ ચૂંટાયેલી પાંખ અને અધિકારીઓને રૂબરૂ રજૂઆત કરી શકે અને તેનું યોગ્ય નિરાકરણ મેળવી શકે તે હેતુથી દિવ્ય ભાસ્કર દ્વારા અાયોજિત રૂબરૂ કાર્યક્રમમાં લોકોઅે વોર્ડ કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓના નામ અને તેમના મોબાઈલ ફોન નંબરની વિગતો વોર્ડ કચેરીમાં મુકવામાં આવે તેવી રજૂઆત કરી હતી લોકોની રજૂઆતને ધ્યાને લઈ ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી હતી.

ત્યારે બુધવારે વોર્ડ નંબર 8, 9 અને 10ની કચેરીમાં અધિકારીઓના નામ અને તેમના મોબાઈલ ફોન નંબરની માહિતી વોર્ડ કચેરીની બહાર મૂકવામાં આવી છે. જેના કારણે હવે તે વિસ્તારના નાગરિકો અધિકારીઓના નામ અને તેમના મોબાઈલ ફોનથી અવગત થઈ સીધી રજૂઆત કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...