ભાસ્કર વિશેષ:શહેર-જિલ્લાની 10 બેઠકોમાં 2017માં 28 હજારથી વધુ મત NOTAના હતા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો પ્રત્યે અસંતોષ હોય નોટાને મત આપી શકે છે
  • 2017માં મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 1.28 લાખ મત NOTAને મળ્યા હતા

ગત વિધાનસભાની ચૂંટણીમાં નોટા માટેનો વિકલ્પ ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવ્યો હતો. તે વખતે મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 1.28 લાખ મત NOTAમાં પડ્યા હતા. જ્યારે વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર મતદારોએ 28 હજાર કરતાં પણ વધારે મત નોટાને આપ્યા હતા.

વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારોની કામગીરી અને ઉમેદવારોને લઈ મતદારોમાં અનેક પ્રકારની અસમંજસ રહેતી હોય છે. આ સ્થિતિમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 5 લાખ જેટલા મત નોટામાં પડ્યા હતા એટલે કે અનેક મતદારો કે જેઓને ઉમેદવારો કે તેમની કામગીરી પ્રત્યે અસંતોષ છે તેઓ NOTAમાં મતદાન કરતા હોય છે.

વડોદરા શહેર અને જિલ્લાની બેઠકમાંથી શહેર વાડી વિધાનસભામાં 2017માં સૌથી વધુ 3253 મત, જ્યારે અકોટામાં સોથી ઓછા 1447 મત નોટામાં પડ્યા હતા. Nota એટલે NONE OF THE ABOVEનો વિકલ્પ આપવામાં આવે છે. જે મતદારને કોઈ પણ ઉમેદવારને મત આપવો નથી હોતો તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી NOTAમાં પોતાનો અભિપ્રાય આપતા હોય છે. ત્યારે મતદારો મતદાન કરવા તો જાય છે, પરંતુ યોગ્ય ઉમેદવાર નહીં લાગતાં નોટામાં વોટ નાખતા હોય છે. શહેરની શહેર વાડી વિધાનસભામાં સૌથી વધુ વખત નોટા બટનને દબાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...