તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવર:શહેરના 20 વિસ્તાર ડેન્ગ્યૂની ઝપેટમાં, નવા 33 કેસ મળ્યા

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ
  • ચિકનગુનિયાના પણ 23 અને તાવના 183 કેસ નોંધાયા

શહેરમાં ચાલી રહેલા રોગચાળામાં રોજ કેસોનો વધારો થઈ રહ્યો છે. ગુરુવારે કોર્પોરેશન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 20 વિસ્તારોમાંથી ડેન્ગ્યૂના 121 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 33 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે ચિકનગુનિયાના 72 સેમ્પલ પૈકી 23 સેમ્પલ પોઝિટિવ રહ્યા હતા.શહેરમાં વકરી રહેલા મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં થયેલા સર્વેમાં પાણીજન્ય રોગચાળામાં ઝાડાના 60 અને તાવના કેસ 183 નોંધાયા છે.

વડોદરામાં અત્યાર સુધીના ડેન્ગ્યુના કુલ કેસની સંખ્યા પર નજર કરીએ તો 17643 સેમ્પલ 624 કેસ સત્તાવાર રીતે પોઝિટિવ આવ્યો છે જ્યારે ચિકનગુનિયાના 1499 સેમ્પલ પૈકી 360 કેસ પોઝિટિવ નોંધાયા છે આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સર્વેમાં ડેન્ગ્યુનો સૌથી વધુ વ્યાપ મકરપુરા, અકોટા, નવીધરતી, શિયાબાગ, સમા, છાણી, દંતેશ્વર, વારસિયા, સુદામાપુરી, દિવાળીપુરા, પંચવટી, ફતેપુરા, દંતેશ્વર, ઘાઘરાવાળી, નવાયાર્ડ, પાણીગેટ, માણેજા, ગોત્રી, જેતલપુર, સુભાનપુરા જેવા વિસ્તારોમાંથી પોઝિટિવ કેસ આવ્યા છે.

જ્યારે ચિકનગુનિયા માં રામદેવ નગર બાપોદ પાણીગેટ ગોત્રી પંચવટી ફતેપુરા કારેલીબાગ સહિતના વિસ્તારો નોંધાયા છે ત્યારે શહેરના લગભગ 50 ટકા જેટલો વિસ્તાર રોગચાળાના ભરડામાં હોવાનું જણાય છે. આરોગ્ય વિભાગ દ્વારા માત્ર ફોગિંગ કરી મચ્છરોનો નાશ કરવાની કામગીરીની ખાનાપૂર્તિ કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...