તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પત્ની રિસામણે જવાના 2 કિસ્સામાં 2 પતિનાે ગળે ફાંસો ખાઇ આપઘાત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરદારભુવનના ખાંચા અને છાણી કેનાલ વિસ્તારમાં બનેલા બનાવ

સામાજિક-આર્થિક કારણોસર દંપતી વચ્ચે થયેલા કંકાસ બાદ પત્ની પિયર ચાલી ગયા બાદ પતિ દ્વારા આપઘાત કરાયો હોય તેવા શુક્રવારે એકસાથે બે બનાવો બન્યા હતા. પહેલો બનાવ છાણી કેનાલ વિસ્તારમાં અને બીજો સરદારભુવનના ખાંચા વિસ્તારમાં બન્યો હતો. આ બંને બનાવોમાં પતિઓએ બેડરૂમમાં જ પંખા પર ઓઢણી વડે ફાંસા ખાઇ લીધા હતા.

પાડોશી યુવતીએ ફાંસો ખાધેલી લાશ જોતાં ઘટનાની જાણ થઈ
સરદારભુવનના ખાંચામાં ગાયત્રી ચેમ્બર્સના ત્રીજા માળે રહેતા ભરતભાઇ શંકરભાઇ પટેલ (ઉવ.47 ) રિક્ષા ચલાવતા હતા. તેમની પત્ની સાથે બોલાચાલી થતાં તે રિસાઇને પિયર ચાલ્યાં ગયાં હતાં. દરમિયાન રાત્રે 8 વાગ્યાના સુમારે તેમના પાડોશમાં રહેતા શિક્ષક અને તેની પુત્રી ધાબા પર ચાલવા જતાં હતા ત્યારે શિક્ષકની પુત્રીએ ભરતભાઇની પંખા પર લટકતી લાશ જોતાં હેબતાઇ ગઇ હતી અને પિતાને વાત કરી હતી. આ અંગે જાણ કરાતા પોલીસે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસના જણાવ્યા મુજબ સવારે 10.30 વાગ્યે તેમના પરિવારજન ચા આપવા પણ ગયા હતા ત્યારે તેઓ જીવતા હતા.

2 પત્ની સાથે રહેતો યુવક દારૂ પીને આવતાં ઝઘડો થયો હતો
છાણી કેનાલ વિસ્તારના રોમન પાર્કમાં 24 વર્ષીય યોગેન્દ્ર પ્રવીણ મહિડા 2 પત્ની સાથે રહેતો હતો. યોગેન્દ્ર કામધંધો કરતો ન હતો. ગુરુવારે રાત્રે તે દારૂ ઢીંચીને આવ્યો હતો, જેના પગલે ઘરમાં કજિયો થતા તેની બંને પત્ની રાત્રે પિયર ચાલી ગઇ હતી. યોગેન્દ્રનો નાનો ભાઇ પણ નજીક તેની માતા સાથે જ રહે છે. તેણે આવીને ભાઇને રાત સુધી સમજાવ્યો હતો અને મોડી રાત્રે તે સૂવા જતો રહ્યો હતો. સવારે મોડે સુધી તેના ઘરનો દરવાજો ન ખૂલતા પરિવારને અઘટિત થયાની શંકા જાગી હતી. રૂમની બારી ખોલતાં યોગેન્દ્રનો લટકતો મૃતદેહ નજરે ચઢ્યો હતો. તેણે પંખા પર દુપટ્ટાથી ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...