વિધાનસભાની ચૂંટણી:1975માં કોંગ્રેસ સામે 131 બેઠકો પર જુદાં જુદાં સંગઠન જીત્યાં હતાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 47 વર્ષ અગાઉ કોંગ્રેસના વિરોધી સંગઠનોએ મોરચો માંડ્યો હતો
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને 75, એનઓસીને 56 બેઠક મળી હતી

રાજ્યમાં 47 વર્ષ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં વિરોધી સંગઠનોએ મોરચો માંડ્યો હતો, જેમાં 182 બેઠકો પૈકીની 131 બેઠકો પર અલગ-અલગ સંગઠનોએ જીત મેળવી હતી. 1975ની ચૂંટણીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, ભારતીય જનસંઘ, કિસાન મજદુર લોકપક્ષ, ઓર્ગેનાઇઝેશન કોંગ્રેસ, એસપી અને ભારતીય લોકદળે ઝંપલાવ્યું હતું.1975માં રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 182 બેઠકો પૈકીની 75 બેઠક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને મળી હતી, જ્યારે એનસીઓને 56 અને કેએલપીને 12 બેઠકો મળી હતી. તદુપરાંત સમાજવાદી પક્ષને 2, બીએલડીને 2 અને ભારતીય જનસંઘને 18 બેઠકો પ્રાપ્ત થઈ હતી.

1975ની વિધાનસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લા સહિત વડોદરા જિલ્લો, ભરૂચ જિલ્લો (નર્મદા જિલ્લા સહિત), પંચમહાલ (દાહોદ સહિત) જિલ્લાની કુલ 23 બેઠક માટે કોંગ્રેસના હરીફોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. આ ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ અને અન્ય સંગઠન વચ્ચે મુખ્ય હરીફાઇ થઈ હતી. જેમાં છૂટીછવાઇ બેઠકો પર ભારતીય જન સંઘ, સમાજવાદી પક્ષ, કિસાન મોરચા અને ભારતીય લોકદળના ઉમેદવારોનો વિજય થયો હતો. મહત્ત્વની વાત તો એ છે કે, આ ચૂંટણીમાં વડોદરા શહેરની સયાજીગંજ બેઠક પરથી સમાજવાદી પક્ષના ઉમેદવાર વિજયી બન્યા હતા અને સમાજવાદી પક્ષના ઉમેદવારે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં પ્રવેશ લીધો.

કઈ બેઠક પર કયો પક્ષ વિજેતા બન્યો હતો?

બેઠકવિજેતા પક્ષહરીફ પક્ષ
ભરૂચકોંગ્રેસએનસીઓ
વાગરાકોંગ્રેસકેએલપી
જંબુસરકોંગ્રેસકેએલપી
કરજણકોંગ્રેસએનસીઓ
પાદરાએનસીઓકોંગ્રેસ
વડોદરા ગ્રામ્યએનસીઓકોંગ્રેસ
વાઘોડિયાકોંગ્રેસબીજેએસ
રાવપુરાએનસીઓકોંગ્રેસ
સયાજીગંજએસપીકોંગ્રેસ
વડોદરા સિટીબીજેએસકોંગ્રેસ
સાવલીકોંગ્રેસએનસીઓ
ડભોઇએનસીઓકોંગ્રેસ
સંખેડાકેએલપીકોંગ્રેસ
નસવાડીકોંગ્રેસકેએલપી
પાવી જેતપુરએનસીઓકોંગ્રેસ
છોટાઉદેપુરએનસીઓકોંગ્રેસ
સંતરામપુરકોંગ્રેસકે એલ પી
ઝાલોદકોંગ્રેસએન સી ઓ
લીમડીકોંગ્રેસએનસીઓ
દાહોદકોંગ્રેસએનસીઓ
બારીયાકેએલપીકોંગ્રેસ
રણધીકપુરકોંગ્રેસએનસીઓ
લીમખેડાએનસીઓકોંગ્રેસ
રાજગઢએનસીઓકોંગ્રેસ
હાલોલબીએલડીકોંગ્રેસ
કાલોલએનસીઓકોંગ્રેસ
ગોધરાકોંગ્રેસબીએલડી
શહેરાકોંગ્રેસબીએલડી
લુણાવાડાએનસીઓકોંગ્રેસ
અન્ય સમાચારો પણ છે...