કોરોના વાઇરસ:1971માં યુદ્ધના સાક્ષી રહેલા વૃદ્ધોએ અનુભવો કહ્યાં, ‘મહામારી પણ એક યુદ્ધ છે તેને આપણે જ હરાવવું પડશે’

વડોદરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રિભોવનદાસ બ્રહ્મભટ્ટ (જમણે) અને અરવિંદભાઈ શાહ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ત્રિભોવનદાસ બ્રહ્મભટ્ટ (જમણે) અને અરવિંદભાઈ શાહ - ફાઇલ તસવીર

નેહલ વ્યાસ, વડોદરાઃ જો કોરોના વાઇરસ ને હરાવવો હશે તો બધાએ ભેગા મળીને કઠિન તપસ્યા કરવી પડશે. તમામ લોકોએ પોતાના ઘરોમાં જ રહીને સરકારની સૂચનાઓનું પાલન કરવું પડશે. કોઇ પણ યુદ્ધ હોય કે મહામારી તેમાં પોતાની જીત માટે સંયમની સાથે કઠિન તપસ્યા કરવી પડતી હોય છે. 1971 માં ભારત પાકિસ્તાન વચ્ચેના યુધ્ધના સાક્ષીઓએ મહામારીને યુદ્ધ સાથે સરખાવી ને તે સમયને યાદ કર્યો હતો. 

એ વખતે પ્રજા અભણ હતી પરંતુ દેશ માટે જાગૃત હતી
કોરોનાની બીમારી એ એક યુદ્ધ જ છે. અમારા સમયે મોટું યુદ્ધ થયું હતું. એ સમયે પ્રજા અભણ હતી પરંતુ પોતાના દેશ માટે જાગૃત હતી. એ સમયે આટલી સુવિધા ના હતી.  બધાએ અંધારામાં બેસી રહેવું પડતું હતું. બારી પર કાગળ લગાવી દેતા હતા. - ત્રિભોવનદાસ બ્રહ્મભટ્ટ, વાડી

બીજા ગામમાં જવા માટે પણ સરપંચની મંજૂરી લેવી પડતી
1971ના ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે અમે ગામમાં રહેતા હતા. એક ગામથી બીજા ગામ જવા માટે પણ સરપંચની પરવાનગી લેવી પડતી હતી. કોઇ પણ વ્યક્તિ સરપંચ ની પરવાનગી વગર ગામ છોડી શકતું ના હતું. સાંજે સાત વાગ્યા પહેલા જમી લેવું પડતું હતું.  - સોંધા ભરવાડ, આજવા રોડ

ત્યારે જરૂરી ચીજ વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં મળતી ન હતી
1971 માં જયારે ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે આપણા દેશ માં ખૂબ વિકટ પરિસ્થિતિ હતી. એમાં પણ ગુજરાતની પરિસ્થિતિ વધારે વિકટ હતી. રોજ બરોજની વસ્તુઓ પણ યોગ્ય પ્રમાણમાં મળતી ના હતી. સૂર્યાસ્ત પહેલા જમી લેવું પડતું હતું . - અરવિંદભાઇ શાહ, ઘડિયાળી પોળ

અન્ય સમાચારો પણ છે...