• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Imran, Who Was Talking To The Victim On His Mobile Phone For 36 Seconds Before Committing Suicide, Was Arrested, Police Started Intensive Interrogation.

વડોદરા ગેંગરેપ:આપઘાત પહેલા પીડિતા સાથે મોબાઇલ ફોન પર 36 સેકન્ડ વાત કરનાર ઇમરાન ઝડપાયો, પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી

વડોદરા5 દિવસ પહેલા
કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખસે મોબાઇલ ફોનમાં 36 સેકન્ડ સુધી યુવતી સાથે વાત કરી હતી
  • ઇમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં રહેતો હતો, યુવતીએ ઇમરાનને ફોન કર્યો હતો

વડોદરાના વેક્સિન ઇન્સ્ટિટ્યુટ ગ્રાઉન્ડમાં યુવતી સાથે થયેલા ગેંગરેપ કેસમાં પોલીસે યુવતી સાથે 36 સેકન્ડ વાત કરનાર ઇમરાનની અટકાયત કરી છે. ઇમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હતો. જેથી પોલીસ તપાસનો દોર કર્ણાટક સુધી લંબાયો હતો. તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખસે મોબાઇલ ફોનમાં 36 સેકન્ડ સુધી યુવતી સાથે વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું.

સુરત રેલવે સ્ટેશન પરથી યુવતીએ ઇમરાનને ફોન કર્યો હતો
યુવતીએ સુરત રેલવે સ્ટેશન પરથી ઇમરાન નામના યુવકને ફોન કર્યો હોવાનું જાણવા મળ્યું છે. યુવતી 36 સેકન્ડ વાત કરનાર ઇમરાનની પોલીસે અટકાયત કરી છે. ઈમરાન કોણ છે અને પીડિતા સાથે શું વાતચીત કરી હતી, તે દિશામાં રેલવે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત ઇમરાનનો ઓએસિસ સંસ્થા સાથે કોઇ સંબંધ છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઇમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં રહેતો હતો
ઇમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં રહેતો હતો

પોલીસને યુવતીનો મોબાઇલ મળ્યો
રેલવે પોલીસ છેલ્લા કેટલાક દિવસથી યુવતીના મોબાઇલની શોધમાં હતી. છેવટે યુવતીનો મોબાઇલ પણ પોલીસને મળ્યો છે. વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાંથી મોબાઈલ મળ્યો છે. પોલીસે યુવતીના મોબાઇલને તપાસ માટે FSLમાં મોકલ્યો છે. પોલીસ હાલ ઘટના સ્થળ પર તપાસ કરી રહી છે.

તપાસ દરમિયાન 15 હજારથી વધુ ફોન ટ્રેસ કરવામાં આવ્યા
પોલીસે વેક્સિન મેદાનની આસપાસ બનાવના દિવસ અને સમયગાળાને ધ્યાનમાં રાખીને તે સમયે તે વિસ્તારમાં એક્ટિવ રહેલા મોબાઇલ ફોનની તપાસ શરૂ કરી છે, જેમાં અત્યાર સુધી 15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત પોલીસ સીસીટીવી ફુટેજના ઉંડો અભ્યાસ કરી રહી છે જેમાં એક સ્થળે બે આરોપી ભાગીને જતાં જોવા મળી રહ્યા છે.

ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી
ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી

ગુજરાત ક્વીનમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી હતી
વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

પોલીસની તપાસ ઓએસિસ સંસ્થાની આસપાસ કેન્દ્રિત થઈ
મૃતક યુવતી વડોદરામાં નોકરી હતી. કોરોનાકાળ દરમિયાન તે છેલ્લા લાંબા સમયથી પોતાના ઘરે આવી ન હતી. વર્ષ 2021માં તે ફક્ત ગણેશ મહોત્સવ દરમિયાન અને દિવાળીના તહેવારો પર જ નવસારી આવી હોવાનું જાણવા મળ્યું છે અને પરિવારજનોએ યુવતી જ્યાં કામ કરતી હતી તે સંસ્થા સામે શંકા વ્યક્ત કરી હતી અને આ સમગ્ર મામલે હવે પોલીસની તપાસ પણ ઓએસિસ સંસ્થાની આસપાસ કેન્દ્રિત થઈ છે.

વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું
વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું હતું

પોલીસે ફરિયાદી બની અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો
વડોદરામાં યુવતીના ગેંગરેપ અને આપઘાત કેસમાં દરરોજ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગુજરાત ક્વિન ટ્રેનમાં આપઘાત કરનારી ગેંગરેપ પીડિતાની ડાયરીના છેલ્લા અડધા પેજના ફોટો પાડીને સોશિયલ મીડીયા દ્વારા મોકલીને ડિલીટ કરી નાખવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. પીડિતાએ ડાયરીમાં લખેલા લખાણના પછીના પેજને ઓએસિસ સંસ્થાની કાર્યકરે ફાડી નાંખ્યા હોવાનો આરોપ પોલીસે પોલીસ ફરિયાદમાં કર્યો હતો. પોલીસે જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.