સિસ્ટમ સ્થગિત:રેરા 2.0 લાગુ કરવાથી ગ્રાહક અને પ્રમોટર વચ્ચે અવિશ્વાસ પેદા થશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલ પૂરતી નવી સિસ્ટમ સ્થગિત, સુધારા બાદ જ લાગુ કરવા માગણી
  • જો નિયમોમાં સુધારો નહીં કરાય તો બિલ્ડર્સ એસો. બહિષ્કાર કરશે

ગુજરેરા ઓથોરિટી દ્વારા 2.0 લોન્ચ કરવાનું હતું, પરંતુ નવા અવતારમાં સામાન્ય પ્રક્રિયાઓ વધુ જટિલ કરાતા ક્રેડાઈ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો ઓથોરિટી દ્વારા નવી સિસ્ટમના ક્રેડાઈ દ્વારા આપવામાં આવેલા સુચનોનું પાલન ન કરવામાં આવે તો નવી સિસ્ટમનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. કોરોનાને કારણે રેરા 2.0 ને લાગુ કરવાનો નિર્ણય હાલ મુલતવી રાખવામાં આવ્યો હતો.

લોકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિમાં રિયલ એસ્ટેટની ગાડી પછી પાટા પર આવે તેવા પગલાં લેવા જોઈએ
રેરા ઓથોરિટી દ્વારા રજિસ્ટ્રેશનથી લઈને તમામ પ્રક્રિયાઓ સરળ બનાવવા માટે એપ્લિકેશન બેઝડ રેરા 2.0 લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પ્રોમોટર અને આર્કિટેક્ટ અલગ અલગ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ રેરા 2.0માં પ્રક્રિયા સરળ કરવાની જગ્યાએ વધુ જટિલ બનાવતા બિલ્ડર્સ તથા કન્સલ્ટન્ટમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ક્રેડાઈ, વડોદરા દ્વારા રેરા 1.0 ને વધુ સરળ બનાવી અમલમાં મુકવાનો પ્રસ્તાવ રજુ કર્યો હતો. રેરા 2.0 ની પ્રક્રિયા જટિલ હોવાને કારણે જો તેને લાગુ કરવામાં આવે તો તેનો બહીષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વડોદરા ક્રેડાઈ પ્રેસિડેન્ટ પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, રેરા 1.0 સૌથી સારો વિકલ્પ છે. 2.0 માં ઝીણવટભરી માહિતી માંગવામાં આવી હતી. જેનો ઉપયોગ વ્યવહારુ ન હોવાને કારણે અમે તેનો વિરોધ કર્યો હતો. લોકડાઉન બાદ સર્જાયેલી સ્થિતિમાં રિયલ એસ્ટેટની ગાડી પછી પાટા પર આવે તેવા પગલાં લેવા જોઈએ. રેરા 2.0 અંગે વડોદરા સહીત ક્રેડાઇના અન્ય પ્રતિનિધિઓ દ્વારા મુખમંત્રીને રજૂઆત કરાતા યોગ્ય દિશામાં કામગીરી કરવાની બાંહેધરી આપી હતી. રેરા 2.0 માં નિયમો લાગુ કરાય તો ગ્રાહક અને પ્રોમોટર વચ્ચે અવિશ્વાસ પેદા થાય તેવી સ્થિતિનું સર્જન થયું હોત.

રેરા 2.0થી કામનું ભારણ વધશે
રેરા એક્સપર્ટ સીએસ નમિતા શાહે જણાવ્યું હતું કે, રેરા 2.0 માં તમામ બારીકાઇ ભરી માહિતી મંગાવામાં આવતા કામનું ભારણ વધી જાય છે . જેના કારણે પ્રોજેક્ટ રજીસ્ટ્રેશન અને રિટર્ન ફાઇલિંગની પ્રક્રિયા વધુ જટિલ બની જાય છે. રેરાની હાલ ચાલતી પ્રક્રિયા ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. આ અંગે કન્સલ્ટન્ટ અને બિલ્ડર્સ દ્વારા અનેક વખત તેમની રજૂઆત ઓથોરિટી સમક્ષ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...