તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

PC એન્ડ PNDT કાયદા અંગે માર્ગદર્શન:ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ રોકતા કાયદાનો દિલથી અમલ કરો :મ્યુ.કમિ.

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાલિની અગ્રવાલે PC એન્ડ PNDT કાયદા અંગે માર્ગદર્શન આપ્યું
  • શિબિરમાં શહેર-જિલ્લાના 150 જેટલા તબીબોએ ભાગ લીધો

પીસી એન્ડ પીએનડીટી સેલ અને વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા યોજાયેલી શિબિરમાં ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણની મનાઈ ફરમાવતા કાયદાના ચુસ્ત અમલ માટે મ્યુ. કમિ. શાલિની અગ્રવાલે શહેર-જિલ્લાના 150 તબીબોને જણાવ્યું હતું. તેમણે ગર્ભસ્થ શિશુના જાતિ પરીક્ષણની મનાઈ ફરમાવતા કાયદાનો ડરથી નહિ દિલથી અમલ કરવા ડોક્ટરોને જણાવ્યું હતું.

શિબિરમાં ગાયનેકોલોજિસ્ટ, રેડીઓલોજિસ્ટ અને કાર્ડિઓલોજિસ્ટ તબીબોએ ભાગ લઈને સોનોગ્રાફી અને રેડીઓલોજી ઉપકરણોના કાયદાના સંદર્ભમાં ઉપયોગના જરૂરી નિયમનો, નોંધણી અને નવીનીકરણની પ્રક્રિયાની જાણકારી મેળવી હતી. કાયદા અધિકારી અરુણ પ્રતાપ સિંઘે કાયદાના અમલીકરણ અને એફ. ફોર્મ ભરવાની માહિતી આપવાની સાથે કાયદાની જરૂરી જોગવાઈનું માર્ગદર્શન આપ્યું હતું.

મ્યુ.કમિ.શાલિની અગ્રવાલે પોતાનો દાખલો ટાંકતા જણાવ્યું કે, મેં અને મારી બહેને ઉચ્ચ શિક્ષણ અને ઉચ્ચ પદ મેળવી પરિવાર અને ગામની નામના વધારી છે. ભારતીય સંસ્કૃતિના હાર્દમાં નારી સન્માનની ભાવના છે ત્યારે ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ કરાવવાની વૃત્તિ અને તેમાં સહયોગ નિંદાને પાત્ર છે.

અન્ય સમાચારો પણ છે...