તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
એફવાય બીકોમમાં શિક્ષકોના અભાવે બે વિષયમાં 50% ક્લાસ જ લેવાય છે. એમ.એસ. યુનિ.ની વિવિધ ફેકલ્ટીમાં ઓનલાઈન અભ્યાસ ચાલે છે, કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં ઇન્ડિયન ઈકોનોમી સ્ટ્રક્ચર તથા સ્ટેટેસ્ટિક વિષયમાં શિક્ષકોનો અભાવથી 50% જ ક્લાસ લેવાઇ રહ્યા છે. એફવાય બીકોમના મેઈન બિલ્ડિંગ પર 10 ક્લાસ, યુનિટ બિલ્ડિંગ 15 ક્લાસ, ગર્લ્સ બિલ્ડિંગ 8 ક્લાસ લેવાય છે.
જોકે એફવાય બીકોમમાં 2 વિષયમાં શિક્ષકોનો અભાવ છે, જેથી અડધા લેક્ચર લેવાતા હોવાની ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા કરાઈ છે. આ બે વિષયોમાં શિક્ષકોની સંખ્યા ઓછી હોવાથી સમસ્યા ઊભી થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. સ્ટેટેસ્ટિક વિષયનો અભ્યાસ સાયન્સ ફેકલ્ટીના શિક્ષકો કરાવતા હોય છે. સ્ટેટેસ્ટિક ડિપાર્ટમેન્ટ દ્વારા પૂરતા શિક્ષકો ન અપાતા શિક્ષકોની ઘટ પડી રહી છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોનો કહેવું છે કે, ઇન્ડિયન ઇકોનોમિક્સ સ્ટ્રક્ચર વિષય માટે વિદ્યાર્થીઓને પરેશાની પડી રહી નથી. વિદ્યાર્થી આગેવાનો દ્વારા આ વિષયમાં પણ શિક્ષકો ન હોવાની રજૂઆત કરવામાં આવી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.