• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Immortality Was Concealed By The Saying Of The Transcendental Swami's Brother, If Anything Was To Be Done Wrong, It Would Have Happened At Night Tyagaswami

સોખડા વિવાદમાં ખુલાસો:ગુણાતીત સ્વામીના ભાઇના કહેવાથી અપમૃત્યુ છુપાવ્યુ, કંઇ ખોટું કરવાનું હોત તો રાત્રે જ થઇ ગયું હોત-ત્યાગસ્વામી

વડોદરા12 દિવસ પહેલા
પ્રબોધસ્વામી સોખડા પરત ફરતા હોય તો હું તેમને આવકારું છું-ત્યાગસ્વામી
  • આગામી એક-બે દિવસમાં પ્રબોધસ્વામી સાથે સમાધાનની ફાર્મ્યુલા પર વાત થશે સમાધાનના ભાગરૂપે પ્રબોધસ્વામી સોખડા પરત ફરતા હોય તો હું તેમને આવકારું છું

વડોદરા નજીક આવેલ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ સોખડા મંદિરમાં પ્રબોધસ્વામીના સમર્થક સંતો અને અનુયાયીઓ મંદિર છોડી આણંદના બાકરોલ ખાતે પહોંચ્યા હતા. ત્યારબાદ સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા સમગ્ર ઘટનાને છૂપાવવામાં આવી અને હરિભક્તોએ પોલીસની મદદ માંગી ગુણાતીત સ્વામીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરતા તેમણે આપઘાત કર્યાનું ખુલતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે હવે પ્રથમ વખત સોખડા હરિધામના ત્યાગવલ્લભ સ્વામીએ પ્રથમ વખત મીડિયા સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે પોતાનો મત રજૂ કર્યો છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ ગુણાતીત સ્વામીના પરિવારના કહેવાથી તેમની આપઘાતની ઘટના ગુપ્ત રાખી હોવાનું જણાવ્યું છે.

સવાલ: ગુણાતીત સ્વામીનું અપમૃત્યુ થયું તે અંગે શું કહેશો?
ત્યાગસ્વામી:
આ એક દુઃખદ ઘટના છે. છેલ્લા 42 વર્ષથી સાધુ જીવનમાં હતા અને છેલ્લા સાતેક વર્ષથી શારિરીક અને માનસિક રીતે તકલીફમાં રહેતા હતા. તેઓ માનસિક બીમાર હોય તેવું તેમનું દર્શન (વર્તન) હતું. અમારા તરફથી કોઇ મુશ્કેલી હોય તેવું માનવાને કોઇ કારણ નથી.

અમે પોલીસને તમામ સહકાર આપી રહ્યા છીએ-ત્યાગસ્વામી
અમે પોલીસને તમામ સહકાર આપી રહ્યા છીએ-ત્યાગસ્વામી

સવાલ: ગુણાતીત સ્વામીની આત્મહત્યા અંગે પોલીસ આવી ત્યાર બાદ કેમ બધાને ઘટના અંગે જાણ થઇ?
ત્યાગસ્વામી:
અગાઉ પોલીસ રિપોર્ટમાં પણ જણાવ્યું છે. એ પ્રમાણે ગુણાતીત સ્વામીના પૂર્વાશ્રમના સગાભાઇ અને તેમના પરિવારની એકમાત્ર લાગણી એવી હતી કે, અમારા ભાઇએ 42 વર્ષ સાધુજીવનમાં ગાળ્યા છે. એ સાધુજીવન ઉપર ડાઘ લાગે તે અમારા પરિવારને યોગ્ય નથી લાગતું. તેથી અમારી ખાસ લાગણી છે અને અમને પણ ખબર છે કે, છેલ્લા સાત-આઠ વર્ષથી તેમને શારિરીક બીમારી છે. તેથી તેઓ મૂંઝાયેલા રહેતા હતા. તેથી અમારી લાગણી છે કે, આ વાતને જાહેર ન કરાય. પરિવારની લાગણીને કારણે આ વાત જાહેર ન્હોતી કરાઇ, બાકી બીજો કોઇ આશય નહોતો. જો સંસ્થા તરફથી કોઇ ખોટું કરવાની વાત હોય તો આગલા દિવસે બનેલી ઘટનામાં રાત્રે પણ અંતિમસંસ્કાર વિધિ થઇ શકી હોત. મોડીમાં મોડા વહેલી સવારે પણ અંતિમસંસ્કાર થઇ શક્યા હોત. પણ પરિવારના સ્વજનો આવે ત્યાં સુધી રાહ જોઇ અને બપોરે 12 વાગ્યે સ્વજનો આવ્યા ત્યા સુધી રાહ જોવામાં આવી છે. પરિવારે ગુણાતીત સ્વામીના દર્શન-પૂજન કર્યા હતા. એ દરમિયાન વહિવટી તંત્રને જાણ થઇ અને તેમણે અંતિમસંસ્કાર કરવાની ના પાડી. ત્યારે ગુણાતીત સ્વામીના સગાભાઇએ પોસ્ટમોર્ટમ માટેની ના પાડી હતી. પરંતુ વહિવટી પ્રક્રિયાના ભાગ રૂપે તેઓ (ગુણાતીત સ્વામીના ભાઇ) ના ન્હોતા પાડી શક્યા. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે, જો કંઇ ખોટું કરવાનું હોત તો રાત્રે જ થઇ ગયું હોત. પણ એવો કોઇ ઇરાદો સંસ્થાનો ન્હોતો.

સવાલ: ગુણાતીત સ્વામીના પરિવારમાંથી કોણે ફરિયાદની ના પાડી હતી?
ત્યાગસ્વામી:
ગુણાતીત સ્વામીના ભાઇ પણ સાધુ છે. તેમનું નામ હરિપ્રકાશ સ્વામી છે. તેમણે જ પોલીસ ફરિયાદ કરવાની ના પાડી હતી. અમે પોલીસને તમામ સહકાર આપ્યો છે. જે CCTVના ફૂટેજ છે. તે પોલીસને આપ્યા છે. તેમાં ક્લિયર છે કે, આમા બીજું કંઇ અઘિત બન્યું હોય તેવું પણ નથી લાગતુ.

સવાલ: ગુણાતીત સ્વામીના આપઘાતને છૂપાવવામાં દોષિત કોણ?
ત્યાગસ્વામી:
જે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ એ થઇ છે. તેમાં અમે સહકાર આપ્યો છે. આપઘાત માટે કોણ જવાબદાર છે. એના માટે શું કરવું જોઇએ એ પોલીસ તંત્ર કરી જ રહ્યું છે. એમાં અમારો સંપૂર્ણ સહયોગ છે.

ગુણાતીત સ્વામીની ફાઈલ તસવીર
ગુણાતીત સ્વામીની ફાઈલ તસવીર

સવાલ: શું ગુણાતીત સ્વામીના અપમૃત્યુને છુપાવવા તેમનો પરિવાર જ જવાબદાર છે?
ત્યાગસ્વામી
: એવું મારા માટે કહેવુ યોગ્ય નથી. એ પોલીસ તપાસનો વિષય છે. હું કોઇ કહું તો યોગ્ય ન કહેવાય.

સવાલ: પ્રબોધ સ્વામી સોખડા છોડી ગયા બાદ સમાધાન માટે કોઇ શરત મુકી છે
ત્યાગસ્વામી:
અત્યાર સુધી આ અંગે કોઇ સંદેશ મળ્યો નથી.

સવાલ: જો પ્રબોધ સ્વામી તરફથી કોઇ શરત કે, અન્ય મંદિર બનાવવા અનુદાન સોખડા મંદિર તરફથી આપવું જોઇએ તે શરત રાખવામાં આવે તો તમે આ શરત માનશો?
ત્યાગસ્વામી: જો અને તો ની વાત કરવી સમય કરતા વહેલી ગણાશે. જ્યારે બે દિવસ પછી ઘટના ઘટવા જઇ રહી છે. ત્યારે આપડે એ દિવસની રાહ જોવાની છે. બંને સંતો મળશે, અરસપરસ વાતો કરશે, નિખાલસ મને એકબીજા સાથે ચર્ચા કરશે અને તેના માટે સારામાં સારુ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરશે. આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે કોઇપણ સુખદ સામાધાન આવે અને ફરીથી બધા હરિપ્રસાદ સ્વામીજીના યુગકાર્ય માટે નિમિત્ત બને.

સવાલ: શું આપના તરફથી કોઇ સૂચન છે કે, આપણે ફરીવાર સોખડામાં સાથે રહીએ?
ત્યાગસ્વામી: જો સમાધાનના ભાગરૂપે આવવા તૈયાર હોય તો અમે આવકારવા તૈયાર છીએ. વર્ષો સુધી સાથે જ રહ્યા છીએ. તો એમાં કાંઇ શંકાને સ્થાન નથી. એ તો સારી વાત છે, આનંદની વાત છે.