ગણેશોત્સવ:વડોદરામાં જૂનીગઢીના ગણપતિનું રાત્રે 10: 30 વાગ્યે વિસર્જન, બુધવારે CM સાત પંડાલોમાં દર્શન કરશે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
જૂનીગઢીના ગણપતિનું વિસર્જન. - Divya Bhaskar
જૂનીગઢીના ગણપતિનું વિસર્જન.

શહેરના સૌથી જૂના જૂનીગઢી વિસ્તારના શ્રીજીની મૂર્તિનું મંગળવાર રાત્રે 10: 30 વાગ્યે પોલીસના સઘન પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલમાં નવલખી મેદાન ખાતે બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં વિસર્જન થયું છે. જ્યારે બુધવાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ શહેરના સાત ગણેશ પંડોલાના દર્શન કરશે.

જૂનીગઢી ગણપતિની સ્થાપના 1948માં કરાઈ હતી
વડોદરામાં જૂનીગઢીના ગણપિતને સાતમા દિવસે વસર્જિત કરવાની પરંપરા છે. આ વિસર્જન યાત્રા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાંથી નીકળતા જૂનીગઢીના શ્રીજીની વિસર્જન યાત્રા પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા પોલીસ રીહર્સલ પણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરની શાન મનાતા જૂનીગઢી ગણપતિની સ્થાપના 1948માં કરાઈ હતી જેની વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભકતો અને ટોચના રાજનેતાઓ જોડાય છે. ગણેશોત્સવના સાતમા દિવસે જૂનીગઢી ગણપતિ વિસર્જન યાત્રા કોઈ પણ અપ્રિય ઘટના વગર પુરી થાય તો ગણેશોત્સવ આખો શાંતિમય માહોલમાં પુરો થાયો તેવી શહેરના લોકોમાં અને પ્રશાસનમાં માન્યતા રહી છે.

બુધવારે CM ભુપેન્દ્ર પટેલ વડોદરાના પંડાલોની મુલાકાતે
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે તારીખ 7 સપ્ટેમ્બર બુધવાર 2022ના રોજ વડોદરા શહેરમાં સાંજે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી વિવિધ વિસ્તારમાં સ્થાપિત કરાયેલા ભગવાન ગણેશજીના દર્શનનો લાભ લેશે. મુખ્યમંત્રી શહેરના હરણી રોડ પર હિરાનગર, નવા બઝારના કાળુપુરા યુવક મંડળ,દાંડિયા બજારના SVPC ટ્રસ્ટ, બગીખાના રાજસ્તંભ સોસાયટી, માંજલપુરમાં માંજલુપુરના રાજા, ઈલોરા પાર્કમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, સુભાન પૂરા વિસ્તારમાં યંગસ્ટર્સ ગૃપના ગણેશ પંડાલની મુલાકાત લેશે.