તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:આજથી IMAના 20 તબીબ પ્રતીક ઉપવાસ પર ઉતરશે,આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટ સામે વિરોધ

વડોદરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

આજથી આયુર્વેદ તબીબોને સર્જરી કરવાની છૂટ આપીને મિક્સોપથીના વિરોધમાં આઇએમએ દ્વારા ચલાવવામાં આવી રહેલા દેશવ્યાપી અભિયાનના ભાગરૂપે વડોદરામાં સોમવાર અને મંગળવાર એમ બે દિવસ માટે 20-20 તબીબો પ્રતીક ઉપવાસ પર ઉતરશે. સોમવારે સવારે 10.00 વાગ્યાથી આ ઉપવાસનો સલાટવાડા સ્થિત આઇએમએ બિલ્ડિંગ ખાતે પ્રારંભ થશે. આઇએમએ વડોદરાના ડો. પરેશ મજમુદારે જણાવ્યું કે,

અમે આયુર્વેદનો વિરોધ કરતા નથી પણ મિક્સોપથી સામે વિરોધ છે, જે સરકાર કરવા જઇરહી છે. મેડિકલ કોલેજ શરૂ કરવા માટે 10 એકર જમીન અને 300 કરોડ રૂપિયાનું રોકાણ, લેબની ગુણવત્તા, પ્રાધ્યાપકોની વધુ સંખ્યા જેવા અનેક માપદંડો હોય છે. જ્યારે આયુર્વેદ કોલેજ માટે એવા કોઇ નોંધપાત્ર આકરા માપદંડો નથી.તેમણે રાજકોટમાં આયુર્વેદ તબીબો દ્વારા યોજાઇ રહેલા એક કેમ્પનું ઉદાહરણ આપીને જણાવ્યું કે, ત્યાં એલોપથી સર્જન રૂ.30000માં કરે તે ઓપરેશન કેમ્પ મારફતે રૂ.9000માં કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો