તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મિક્સોપથીના વિરોધમાં તબીબોનું ફરી આંદોલન:સોમવારથી IMAના તબીબો બે દિવસના પ્રતીક ઉપવાસ પર

વડોદરા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરકાર નિર્ણય પાછો નહીં લે ત્યાં સુધી વિરોધ કરવા નિર્ધાર

આયુર્વેદિક તબીબોને સેન્ટ્રલ કાઉન્સિલ ફોર ઇન્ટિગ્રેટેડ મેડિસિન (સીસીઆઇએમ) દ્વારા 58 પ્રકારની સર્જરીની મંજૂરી આપવાના નોટિફિકેશન સામે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના તબીબો દ્વારા આગામી 8 અને 9મી ફેબ્રુઆરીના રોજ પ્રતીક ઉપવાસ કરાશે.આઇએમએ દ્વારા નોટિફિકેશન પાછું ખેંચવાની માગણી કરાઈ છે. શહેરમાં સલાટવાડા સ્થિત આઇએમએ હાઉસ ખાતે પ્રતીક ઉપવાસ કરવામાં આવશે.

બરોડા મેડિકલ કોલેજ, ગોત્રી જીએમઇઆરએસ, સુમનદીપ વિદ્યાપીઠ તથા પારૂલ મેડિકલ કોલેજના પ્રતિનિધિઓ અને જુનિયર રેસિડેન્ટ્સ ‘સેવ ધ ઇન્ડિયન હેલ્થ કેર’ના સૂત્ર સાથે સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રના કરવામાં આવતા મિક્સોપથીના વિરોધમાં આ પ્રતીક ઉપવાસ કરાશે. આઇએમએના કન્વીનર ડો.પરેશ મજમુદારે જણાવ્યું કે, એલોપથી તબીબો સ્પેશિયાલિટી કરીને અમુક ચોક્કસ ભાગની જ સર્જરી કરતા હોય છે. આ માટે ઓછામાં ઓછાં 5થી 10 વર્ષ અભ્યાસ કરવો પડતો હોય છે. જ્યારે બીજી તરફ આયુર્વેદિક તબીબો માંડ 3 વર્ષ ભણીને 57 જાતની સર્જરી કેવી રીતે કરી શકે. જેને કારણે નુકસાન લોકોને જ થશે. સરકાર નિર્ણય પાછો નહીં લે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો