તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હડતાળનો સાતમો દિવસ:IMA વડોદરાનો જુનિયર તબીબોની લડતને ટેકો જાહેર

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સયાજી હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સતત સાતમા દિવસે પણ હડતાળ ચાલુ રાખી સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. - Divya Bhaskar
સયાજી હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સતત સાતમા દિવસે પણ હડતાળ ચાલુ રાખી સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં.
  • પડતર માગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી દેખાવો કરવા નિર્ધાર
  • સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ બહાર સૂત્રોચ્ચાર કરાયાં

પડતર પ્રશ્નોનો ઉકેલની માગ સાથે જુનિયર તબીબોએ સયાજી હોસ્પિટલમાં હડતાળના સાતમા દિવસે મંગળવારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા મેડિકલ કોલેજના હોદ્દેદારોએ તેમની મુલાકાત લઇ તેમના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

બરોડા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો દ્વારા અન્ય રાજ્યોની માફક એસઆર અને બોન્ડની યોજના ગુજરાતમાં લાગુ કરવા, બેચને બોન્ડનો સમયગાળો 1:2 મુજબ આપવામાં આવે, બીજા તબીબી અધિકારીઓની જેમ સાતમા પગાર પંચ પ્રમાણે વેતન આપવા તેમજ પ્રથમ વર્ષના પીજી મેડિકલના વિદ્યાર્થીઓ ન હોવાથી અને કોવિડના કારણે શૈક્ષણિક વર્ષ વેડફાયુ હોવાથી તેમની શૈક્ષણિક સંસ્થામાં નિમણૂક કરાય તેવી માંગ સાથે બુધવારે સાંજથી હડતાળનું શસ્ત્ર ઉગામ્યુ હતું.

મંગળવારે સાતમા દિવસે એસએસજી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને ઓફિસની બહાર એકત્ર થઈ જુનિયર તબીબોએ સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સવારે વડોદરા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડો. કૈલાશબેન પરીખ, હોદ્દેદાર ડો. પરેશ મજમુદાર અને સભ્ય ડો. સમીર શાહ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચી વિરોધ કરી રહેલા તબીબોના આંદોલનને ટેકો જાહેર કર્યો હતો.

વડોદરા મેડિકલ એસોસિયેશનનાં પ્રમુખ ડો. કૈલાશબેન પરીખ અનુસાર કોરોનામાં જુનિયર તબીબોએ સરાહનીય સેવા આપી છે. સરકારે તેમના પ્રશ્નોના ઉકેલ માટે તે સમયે ખાતરી આપી હતી. પરંતુ આંદોલનના 7 દિવસ થયા હતા છતાં કોઈ વાતચીત થઇ નથી. તેથી રવિવારે IMAની અમદાવાદ ખાતે મળેલી બેઠક બાદ જુનિયર તબીબોને ટેકો જાહેર કરવાનું સર્વાનુમતે નક્કી કરાતા તબીબોને આંદોલનને સમર્થન અપાયું છે. સરકારે સત્વરે ઉકેલ લાવવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...