આપઘાત:I’m sorry પોસ્ટ મૂકી વારસિયાના યુવકની ફાંસો ખાઈને આત્મહત્યા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ હોતચંદાની - Divya Bhaskar
રાહુલ હોતચંદાની
  • પત્ની પિયર જતી રહેતાં વારસિયાના યુવકનું અંતિમ પગલું
  • પિતાને વહેલા ઉઠાડવા કહ્યું હતું, સવારે જોતાં મૃતદેહ લટકતો હતો

વારસિયા વિસ્તારમાં પ્રેમલગ્ન કરી રહેતા યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પત્ની 15 દિવસથી ઘર છોડી પિયર જતી રહેતાં એકલો પડેલો યુવક ટેન્શનમાં રહેતો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. સિટી પોલીસે બનાવની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વારસિયા વિસ્તારમાં આવેલી વેદમાતા ગાયત્રી સોસાયટીમાં 30 વર્ષનો રાહુલ હોતચંદાની રહેતો હતો. બે વર્ષ પહેલાં તેણે સોસાયટીમાં જ રહેતી એક પુત્રીની માતા સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. તે પરિવાર સાથે મકાનના ઉપરના માળે રહેતો હતો. પિતા કનૈયાલાલ બ્રેડનો ટેમ્પો ચલાવતા હતા અને રાહુલ તેમને મદદ કરતો હતો.

છેલ્લા 15 દિવસથી પત્ની સાથે ઝઘડો થતાં પત્ની તેની 7 વર્ષની પુત્રીને લઈ તેના પિયરમાં રહેતી હતી. દરમિયાન બુધવારે મોડી રાતે તે ઉપરના માળે સૂઈ ગયો હતો. સવારે પિતા ઉઠાડવા જતાં મકાનમાં રાહુલ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં સિટી પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે બનાવ સંદર્ભે નોંધ લઈ મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

રાહુલે અંતિમ પગલું ભરતાં પહેલાં સોશિયલ મીડિયા પર છેલ્લે સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, I’m sorry, Mummy papa and roma, Miss you vanshi..બનાવના સંબંધમાં પોલીસે વિવિધ લોકોની પુછપરછ હાથ ધરી છે.બનાવના સંબંધમાં પોલીસે ઘટના અંગેના જુદા જૂદા પાસાંની ચકાસણી કરી હતી.

રાહુલે વોટ્સએપ પર સ્ટેટ્સ મૂક્યું, I’m sorry
રાહુલે તેના વોટ્સએપ પર છેલ્લે એક સ્ટેટ્સ મૂક્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે I’m sorry, Mummy papa and roma, Miss you vanshi. ઉલ્લેખનીય છે કે પત્ની સાથે ઝઘડો થયો હોવાથી પત્ની તેના પિયરે ગઈ હતી અને છેલ્લા 15 દિવસથી રાહુલ એકલો રહતો હતો.

ઘણા દિવસોથી પુત્ર ટેન્શનમાં હતો : પિતા
બે પુત્રો પૈકીનો રાહુલ મારી સાથે ઉપરના માળે રહેતો હતો. તેણે પ્રેમલગ્ન કર્યા હોવાથી અમારે સંબંધ ઓછા હતા. અવારનવાર પત્ની સાથે ઝઘડો થતો હતો અને નશાના રવાડે ચડ્યો હતો. છેલ્લા 15 દિવસથી તેની પત્ની પિયરમાં હતી અને તે ટેન્શનમાં રહેતો હતો. માથા પર દેવું વધ્યું હતું, તેથી તેણે મેં અપાવેલું સ્કૂટર ગિરવી મૂક્યું હતું. રાતે મને જલ્દી ઉઠાવજો તેમ કહી સૂઈ ગયો હતો, પરંતુ સવારે આ હાલતમાં જોવા મળ્યો હતો. પત્નીનું પણ તેને ટોર્ચર હતું એવું અમને લાગે છે. - કનૈયાલાલ હોતચંદાની, મૃતકના પિતા

અન્ય સમાચારો પણ છે...