તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જવાબદારી સોંપાતા છંછેડાયા:હું તો બિલ્ડર છું, મારે મટનની દરખાસ્તનો અભ્યાસ કરવાનો!

વડોદરા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાયી પૂર્વે સંકલનની બેઠકમાં પરાક્રમસિંહ જાડેજા બગડ્યા
  • ઝૂ માટે મટન ખરીદીની દરખાસ્તની જવાબદારી સોંપાઇ હતી

પાલિકાના કોર્પોરેટર અને સ્થાયી સમિતિના સભ્ય પરાક્રમસિંહ જાડેજાને શહેર ભાજપની સંકલનની બેઠકમાં ઝૂ માટે મટન ખરીદીની દરખાસ્તનો અભ્યાસ કરવાની જવાબદારી સોંપાતા છંછેડાયા હતા. તેમણે આક્રોશ ઠાલવ્યો હતો કે હું બિલ્ડર છું, મારે આવી દરખાસ્તનો અભ્યાસ કરવાનો!

પાલિકાની સ્થાયી સમિતિની બેઠક પૂર્વે શુક્રવારે બપોરે ભાજપ કાર્યાલય ખાતે સ્થાયી સમિતિના એજન્ડા અંગે ચર્ચા કરવા માટે બેઠક મળી હતી.

ભાજપના સંગઠનના નવા હોદેદારોએ નવી પ્રથા શરૂ કરી છે જેમાં જે તે સભ્ય કોઈ એક દરખાસ્ત નો અભ્યાસ કરી રજૂઆત કરે તેવી પ્રથા ગોઠવવામાં આવી છે.જેના કારણે પાલિકાની વહીવટી કામગીરી થી તેઓ વાકેફ થઇ શકે તેવો ઉદ્દેશ છે. સ્થાયી સમિતિના એજન્ડામાં આવેલી દરખાસ્ત પર કોણ બોલશે તેની ગુપ્ત ચર્ચા ભાજપની કોર ટીમ દ્વારા કરવામા આવી હતી અને તેના આધારે સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા આડકતરી સુચના જારી કરવામાં આવી હતી.

જેના ભાગરૂપે, સ્થાયી સમિતિના એજન્ડામાં સમાવિષ્ઠ દરખાસ્ત નંબર નવ ની ચર્ચા અને અભ્યાસ કરવાની જવાબદારી વરિષ્ઠ કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા ને આપવામાં આવી હતી જેમાં સયાજી બાગ પ્રાણીસંગ્રહાલયના માંસાહારી પ્રાણીઓ માટે વાર્ષિક ઈજારા થી પાડાનું મટન ખરીદવા માટે રૂ.39.80 લાખનું ટેન્ડર મંજૂર કરવાની બાબત હતી.જેમાં પ્રતિ કિલો રૂ.101.41નો ભાવ આપવામાં આવ્યો હતો.

પરાક્રમસિંહ જાડેજા ને મટન બાબતની દરખાસ્તનો અભ્યાસ કરવાની જવાબદારી મળતા સંકલનની બેઠકમાં જ પરાક્રમસિંહ જાડેજા બગડયા હતા અને હું તો બિલ્ડર છું અને મારે આવી મટનની દરખાસ્તનો અભ્યાસ કરીને ચર્ચા કરવાની છે તેવો આડકતરો રોષ પણ વ્યક્ત કર્યો હતો.જોકે, આ દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં મંજુર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...