સારવાર:‘નટુકાકા’એ શહેરના તબીબને કહ્યું હતું કે, મારી ઉંમર 10 વર્ષ ઓછી થઇ ગઇ’

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.નવિન પટેલ સાથે ઘનશ્યામ નાયક ઉર્ફે નટુ કાકાનો ફાઇલ ફોટો. - Divya Bhaskar
ડો.નવિન પટેલ સાથે ઘનશ્યામ નાયક ઉર્ફે નટુ કાકાનો ફાઇલ ફોટો.
  • 7 વર્ષથી ડાયાબિટીસની સારવાર વડોદરામાં ચાલતી હતી
  • શહેરમાં 2018માં ડ્રામા ફેસ્ટિવલમાં પરફોર્મ કર્યું હતું

તારક મહેતાના ઊલટા ચશ્મામાં નટુકાકાનો રોલ કરનારા ઘનશ્યામભાઇ નાયકના અવસાનથી છેલ્લા સાત વર્ષથી તેમની વડોદરામાં ડાયાબીટિસની સારવાર કરનાર તબીબ ડો. નવીન પટેલને પણ આંચકો લાગ્યો હતો. ડો. નવીન પટેલે કહ્યું કે, ‘ઘનશ્યામ કાકા સ્વભાવના સાલસ વ્યક્તિ હતા. પાંચેક વર્ષ અગાઉ તેમનો ડાયાબિટીસ નોર્મલ થવા માંડતાં ઘનશ્યામ કાકાએ કહ્યું હતું કે, હવે મારી ઉંમર 10 વર્ષ ઓછી થઇ ગઇ છે. ’ તેમણે જણાવ્યું હતું કે, ‘તેમને મોંઢાનું કેન્સર થયું હતું ત્યારે મારી સલાહ બાદ સર્જરી કરાવી હતી પણ કેન્સર ફેફસામાં ફેલાઇ ચૂક્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

મુંબઇથી તેઓ વડોદરા નજીક કુળદેવી ચામુંડા દેવીના મંદિરે દર્શન માટે આવતા હોવાનું કહેતા હતા. છેલ્લે મારી સાથે તેમની દોઢેક મહિના અગાઉ ટેલિફોનિક વાતચીત થઇ હતી. નાટકોના આયોજક વ્રજેશ પસારીએ જણાવ્યું કે, ‘તેમણે વર્ષો અગાઉ સરિતા જોશી સાથે એક નાટકમાં કામ કર્યું હતું. છેલ્લે 2018માં 27મી માર્ચે વડોદરા ડ્રામા ફેસ્ટિવલમાં ભવાઇનું સોલો પર્ફોર્મન્સ કર્યું હતું.’

અન્ય સમાચારો પણ છે...