તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Illegal Mining And Transportation Of Sand In Bhimpura Village Of Vadodara Seized, 60 Lakh Items Including 1 Hitachi Machine, 6 Trucks Seized

રેતી ખનન:વડોદરાના ભીમપુરા ગામે રેતીનું ગેરકાયદે ખનન અને પરિવહન ઝડપાયું, 1 હિટાચી મશીન, 6 ટ્રક સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વડોદરાના ડભોઇ પાસે આવેલા ભીમપુરા ગામે રેતીનું ગેરકાયદે ખનન અને પરિવહન ઝડપાયું છે - Divya Bhaskar
વડોદરાના ડભોઇ પાસે આવેલા ભીમપુરા ગામે રેતીનું ગેરકાયદે ખનન અને પરિવહન ઝડપાયું છે
  • ખાણ અને ખનીજ શાખા કાર્યવાહીને પગલે ગેરકાયદે રેતી ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ

વડોદરા કલેક્ટર કચેરીની ખાણ અને ખનીજ શાખાને ડભોઇ તાલુકાના કરનેટ(ઝવેરપુરા) ગામમાં ઓરસંગ નદીના પટમાં સાદી રેતી ખનિજના બિન અધિકૃત ખાણ કામ અને વહનની બાતમી મળી હતી. જેના અનુસંધાને ટીમ દ્વારા નદી પટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જે દરમિયાન ખનિજ ચોરીનો પર્દાફાશ થયો હતો.

રેતી ખનિજનું બિન અધિકૃત ખાણકામ અને વહન ચાલતુ હતું
આ અંગે જાણકારી આપતાં ભૂસ્તશાસ્ત્રી નીરવ બારોટે જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન 1 હિટાચી મશીન(એક્સેવેટર) દ્વારા આ સ્થળે ભીમપુરા નિવાસી વિજયભાઈ માનસિંહભાઇ પાટણવાડિયા અને રોહિત જગદીશભાઇ પરાગભાઇ દ્વારા સાદી રેતી ખનિજનું બિન અધિકૃત ખાણકામ અને વહન કરવામાં આવતું જણાયું હતું. જેને અનુલક્ષીને ઘટના સ્થળેથી રેતી ભરેલી ચાર ટ્રકો, ખાલી બે ટ્રકો અને ઉપરોક્ત હિટાચી મશીન સહિતનો કુલ રૂ.60 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

હિટાચી મશીન સહિતનો કુલ રૂ.60 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
હિટાચી મશીન સહિતનો કુલ રૂ.60 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

ખાણ અને ખનીજ શાખા કાર્યવાહી હાથ ધરતા ખનિજ ચોરી કરનારાઓમાં ફફડાટ
સંબંધિત હિટાચી મશીનના માલિક વિજયભાઇ હોવાનું જાણવા મળ્યું હતું. કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા રેતીના બિન અધિકૃત ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ખાણ અને ખનીજ શાખા કાર્યવાહીને પગલે ગેરકાયદે રેતી ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ
ખાણ અને ખનીજ શાખા કાર્યવાહીને પગલે ગેરકાયદે રેતી ખનન અને વહન કરનારાઓમાં ફફડાટ
હિટાચી મશીનના માલિક વિજયભાઇ હોવાનું જાણવા મળ્યું હતું
હિટાચી મશીનના માલિક વિજયભાઇ હોવાનું જાણવા મળ્યું હતું
અન્ય સમાચારો પણ છે...