વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં 15મી એપ્રિલ 2022ના રોજ સવારે 8.30 કલાકેથી રાજા રવિ વર્મા મહોત્સવ યોજાશે અને 16મી અને 17મી એપ્રિલ ના રોજ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ઓડીટોરીયમ અને કમ્પાઉન્ડમાં યોજાશે.
ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ (IGNCA) વડોદરા ખાતે તેનું પ્રાદેશિક કેન્દ્ર ધરાવે છે અને મહારાજા ફતેહ સિંહ મ્યુઝિયમની નજીકમાં લક્ષ્મી વિલાસ પેલેસ ગ્રાઉન્ડમાં સ્થિત છે વડોદરા ખાતે મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં રાજા રવિ વર્માનો અમૂલ્ય સંગ્રહ છે. રાજા રવિ વર્માની પેઇન્ટિંગ્સ અને ઓલિઓગ્રાફ્સ, ચિત્રો મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે જે જાહેર જનતા માટે ખુલ્લા છે.
આ અંગેની માહિતી આપતાં રીજનલ ડાયરેક્ટર અરુપા લહેરીએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવના નેજા હેઠળ IGNCA દ્વારા ત્રણ દિવસીય " રાજા રવિ વર્મા મહોત્સવ " નું આયોજન કરી રહ્યું છે. પુસ્તક વિમોચન દ્વારા આ મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપવા માટે 15 થી 17 એપ્રિલ 2022 સુધી આયોજિત આ ઉત્સવમાં પ્રવચનો, નૃત્ય, નાટક, કવિતા, સંગીત, ફિલ્મ સ્ક્રીનીંગ અને પ્રદર્શનો નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમનું ઉદઘાટન અર્જુન રામ મેઘવાલ, કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ, રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ, સાંસદ ડૉ. સોનલ માનસિંહના હસ્તે કરવામાં આવશે. 17મી એપ્રિલ 2022 ના રોજ સાંજે 5 વાગ્યે વિદાય સત્ર, સરકારના મહેસૂલ, કાયદા અને ન્યાયના માનનીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની ખાસ હાજરીમાં યોજાશે. પ્રો. (ડૉ.) વી.કે. શ્રીવાસ્તવ, વાઇસ ચાન્સેલર એમ.એસ. યુનિવર્સિટી બરોડા, રેવતી રામચંદ્રન, ડાયરેક્ટર (કલાક્ષેત્ર ફાઉન્ડેશન), રામવર્મા થમપુરાન ( રાજા રવિ વર્માના વંશજ અને કિલીમનૂર પેલેસ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી) અને અન્ય મહાનુભાવો હાજરી આપશે.
વર્ણ (રંગ) , રેખા (રેખાઓ અને વાર્તાઓ), સંગીતા (સંગીત) ઉત્સવની ત્રણ દિવસીય ઉજવણી તે માત્ર રાજા રવિ વર્માના માસ્ટર પીસના સારને પકડવાનો પ્રસ્તાવ નથી પરંતુ એક પ્રયાસ છે આગળ વધીઅને સમગ્ર ભારતની પરંપરાઓ અને સંસ્કૃતિનું અન્વેષણ કરવાનો છે. કાર્યક્રમની વિગત અને તારીખો: 15મી, 16મી અને 17મી એપ્રિલ 2022 14મી એપ્રિલે ચિત્ર યાત્રા (સ્ટ્રીટ માર્ચ), પેલેસ રોડની આસપાસ. કાર્યક્રમ માં ભાગ લેનાર કલાકારો : ડો.સોનલ માનસિંહ પંડિત વિક્કુ વિનાયક્રમ પંડિત સંજીવ અને અશ્વિની શંકર ડો.પારુલ શાહ ડૉ.નીના પ્રસાદ અરુણા મોહંતી અને ઓરિસ્સા ડાન્સ એકેડમીના ડૉ. પંડિત રોનુ મજમુદાર સંજય સુબ્રમણ્યમ ઉસ્તાદ શાહિદ પરવેઝ
રાજા રવિ વર્મા પર બનાવવામાં આવેલી રમણ મમગૈન દ્વારા નિર્દેશિત અને IGNCA દ્વારા નિર્મિત રાજા રવિ વર્મા પરની નવી ડોક્યુમેન્ટરી અને પુસ્તક વિમોચન સાથે, આ ઉત્સવમાં ગરબા, ભવાઈ, ડાંગી નૃત્ત, હોળી-ની-કી-ઘેર, પિથોરા,ચિત્રકારો, માતા-ની-પછેડી ચિત્રકારો જેવા લોક સ્વરૂપો પણ રજૂ કરવામાં આવશે.
ઉત્સવના ભાગ રૂપે, સ્ટુડિયો સેન્ડબોક્સ દ્વારા બે પ્રદર્શન 'એક્સપ્રેશન ઓફ શેડો' અને સચિન કાલુસ્કર અને ઈન્ફાઈન આર્ટ વેન્ચર્સ એલએલપી દ્વારા ઓલિયોગ્રાફ્સનું ડિસ્પ્લે 15-17 એપ્રિલ 2022 દરમિયાન નવનિર્મિત રાજા રવિ વર્મા સ્ટુડિયો ખાતે યોજાશે. સમગ્ર ઉત્સવને મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ, ગાયકવાડ રોયલ ફેમિલી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા સહકાર આપવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.