નવી ઉપાધિ:ટ્રેનમાં પાલતુ પ્રાણી લઇ જવું હશે તો ફર્સ્ટ ACની ટિકિટ બુક કરાવવી પડશે, એનિમલના વજન જેટલો લગેજ ચાર્જ લાગશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
અગાઉ એક વ્યક્તિને પેટ એનિમલ સાથે ફરજિયાત જવાનો નિયમ હતો - Divya Bhaskar
અગાઉ એક વ્યક્તિને પેટ એનિમલ સાથે ફરજિયાત જવાનો નિયમ હતો
  • હવે એલએચબી કોચમાં ગાર્ડને અપાતા ડોગ બોક્સ બંધ થતાં નવી ઉપાધિ

હવે ટ્રેનમાં કૂતરા સહિતના પાલતુ પ્રાણીને લઈ જવા માટે ફર્સ્ટ એસીનું કુપે બુક કરાવવું પડશે. અગાઉ એક વ્યક્તિને પેટ એનિમલ સાથે ફરજિયાત જવાનો નિયમ હતો. જેથી એનિમલ કોઇને હેરાન ન કરે અને તેની સાચવણી પણ થઈ શકે. હવે અન્ય મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે એસી નો આખોકુપે બુક કરાવવાનું ફરજીયાત બનાવ્યું છે. જેને પગલે પેટ એનિમલ ને લઇ જવાનું મોંઘું પડયું છે આ સાથે રેલવે કુપે અથવા કેબિન આપશે તે સ્પષ્ટતા નથી.

અગાઉ ટ્રેનમાં ડોગ ને ગાર્ડ પાસેના બોક્સમાં મૂકીને જનરલ ટિકીટ લઇને પણ મુસાફરી કરવાની છૂટ હતી
અગાઉ ટ્રેનમાં ડોગ ને ગાર્ડ પાસેના બોક્સમાં મૂકીને જનરલ ટિકીટ લઇને પણ મુસાફરી કરવાની છૂટ હતી

એક વ્યક્તિના પી.એન.આર ઉપર બે ટિકિટ બુક કરાવી સાથે એનિમલનું વજન લગેજ તરીકે કન્સિડર કરાશે. વડોદરા ડિવિઝનના પાર્સલ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, એલએચબી કોચના રેકમાં ગાર્ડ પાસે ડોગ બોક્સ આવતું નથી. અગાઉ ટ્રેનમાં ડોગ ને ગાર્ડ પાસેના બોક્સમાં મૂકીને જનરલ ટિકીટ લઇને પણ મુસાફરી કરવાની છૂટ હતી પરંતુ એલ એચ બી રેક ને પગલે કૂપે કે કેબિન બુક કરાવવું પડે છે કુપેમાં બે મુસાફરોને સુવિધા હોય છે, જ્યારે કેબિનમાં ચાર મુસાફરોને સુવિધા હોય છે.

અર્નાકુલમ જવા બમણો ખર્ચ થયો
અમદાવાદના એસ. નાયરને અર્નાકુલમ પોતાનું પાળેલું કૂતરું લઈ જવું હતું. 20 જાન્યુઆરીએ અમદાવાદથી ટિકિટ ખાલી ન હોવાથી વડોદરા થી અર્નાકુલમ ની ટિકિટ કરવી પડી જે એક ટિકિટના રૂિપયા 7010 થયા. એક ટિકિટના 7000 અને વડોદરાથી અમદાવાદના બે ટિકિટના 1330 વધુ ચૂકવવા પડ્યા.

પેટ એનિમલ ને લઈ જવા માટે ફર્સ્ટ એસી મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું 3500 રૂપિયા
પેટ એનિમલ ને લઈ જવા માટે ફર્સ્ટ એસી મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું 3500 રૂપિયા

એનિમલના વજન જેટલો લગેજ ચાર્જ
વડોદરા થી દિલ્હી પેટ એનિમલ ને લઈ જવા માટે ફર્સ્ટ એસી મેલ એક્સપ્રેસ ટ્રેનનું ભાડું 3500 રૂપિયા છે. બે વ્યક્તિનો કુપે બુક કરાવે તો રૂપિયા 7000 ભાડું થાય સાથે એનિમલ ના વજન જેટલી લગેજ નો ચાર્જ ચૂકવવો પડે.

ટિકિટ કરતા ટીસીને સમજાવો સરળ પડે
રેલવે દ્વારા તાજેતરમાં કરાયેલા બદલાવથી હજાર રૂપિયાનો ખર્ચ વધારે થાય છે. બે ટિકિટ ના પૈસા ચૂકવવાને બદલે મુસાફર ટિકિટ ચેકરને સમજાવે તેવી ઘટનાઓ પણ બની શકે છે. કેમકે રેલવે કુપે ને બદલે કેબીન આપે તો મૂળ પ્રશ્ન ઉકેલાતો નથી. - આલોક ઠક્કર, રેલવે એજન્ટ

અન્ય સમાચારો પણ છે...