સૂચન:જો મોટા ફૂટપાથ રાખશો તો લારી-ગલ્લાનાં દબાણો થશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડ બનાવવાના આરંભના કાર્યક્રમમાં પ્રમુખનું સૂચન
  • નોનેવેજની લારી પર વિધર્મીઓ વધુ, ખોટાં કામ થાય છે

શહેરમાં ખિસકોલી સર્કલથી વડસર સુધી રૂ. 9.71 કરોડના ખર્ચે બનનારા રોડનું કામ શરૂ કરવાના કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, મોટા ફૂટપાથ પર લારીઓ લાગે છે, જેને હટાવતી વેળાએ અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આમલેટ અને નોનવેજની લારીઓ પર મોટાભાગે વિધર્મીઓ હોય છે અને ખોટા કામો કરવા ત્યાં બધા ભેગા થતા હોય છે.

ખિસકોલી સર્કલથી વડસર સુધીના રોડ બનાવવાના શરૂ કરવાના કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે સિટી એન્જિનિયરને ટકોર કરી હતી. તેઓએ કહ્યું હતું કે, મોટા-મોટા ફૂટપાથ ના બનાવશો તેના પર લારી ગલ્લાનાં દબાણો થાય છે. ફૂટપાથ પર લોકો ચાલી શકે તેવા ફૂટપાથ રાખવા જોઈએ. તેઓ વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો મોડી રાત સુધી લારીઓ ચાલુ રાખે છે. જેમાં ખાસ કરીને આમલેટ અને નોનવેજની લારીઓ પર સૌથી વધારે વિધર્મીઓ હોય છે અને તેના માધ્યમથી ખોટા કામો કરવાવાળા લોકો ત્યાં ભેગા થતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...