પતિની ધમકી:છૂટાછેડા આપ નહીં તો આપઘાત કરી લઇશ, પરિણીતાની પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિએ દારૂ પીને પત્નીનું ગળુ દબાવી દીધું

લગ્ન બાદ પતિએ દારૂ પીને પત્નિનું ગળુ દબાવીને છુટાછેડા આપ નહી તો સુસાઈડ કરી લઈશ તેવી ધમકીઓ આપતા પરણિતાએ પતિ,સાસુ અને નણંદ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ શહેરના આજવા રોડ ખાતે રહેતી મીના (નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ 2021માં સયાજીગંજ વિસ્તારમાં રહેતા યુવક સાથે થયા હતાં. યુવતીના લગ્નના ત્રણ મહિના બાદ પતિ અને સાસુ દહેજ બાબતે માનસીક ત્રાસ આપતા હતાં. જ્યારે પતિ દ્વારા જો સાસરીયાઓ તને હેરાન કરતા હોય તો પિયર જતી રહે તેવું કહેતા અને દર મહિને પિયરમાં રૂા. 6 હજાર મોકલી આપીશ તેવી પણ ઓફર આપી હતી. લગ્ન જીવન આગળ વ્યતિત કરવું ન હોવાથી પતિ દ્વારા પરણિતાનું બે વખત દારૂ પીને ગળુ દબાવ્યું હતું. જ્યારે દારૂ પીને જ શારીરીક સંબંધ પણ બાંધ્યાં હતાં. જ્યારે પતિએ છુટાછેડા આપી દેવા નહી તો આપઘાત કરી લેવાની ચીમકી આપતા પરિણીતા ગભરાઈ ગઈ હતી.

મે મહિનામાં સાસરીયાઓ દ્વારા પરિણીતા સાથે ઝઘડો કરીને કોરા કાગળ પર સહી કરવાની કોશિશ કરી હતી. પરિણીતાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરતા મકરપુરા પોલીસ પહોચીને મામલો થાળે પાડ્યો હતો. જ્યારે મહિલાએ પોતાના પતિ ગૌરવ,સાસુ અરૂણાબેન અને નણંદ ડીમ્પલ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...