સાસરિયાનો ત્રાસ:'તું મને છૂટાછેડા આપી દે નહીં, તો તને બદનામ કરી દઇશ' વડોદરામાં પતિએ ધમકી આપતા પત્નીની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે સાસરી પક્ષના 5 સભ્યો વિરૂદ્ધ સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

વડોદરાની યુવતીના લગ્ન સંખેડા રહેતા શિક્ષક સાથે થયા બાદ સાસરિયા દ્વારા અવાર-નવાર પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપીને હેરાનગતિ કરતા હતા. આ મામલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ મામલે સાસરી પક્ષના 5 સભ્યો વિરૂદ્ધ સ્ત્રી અત્યાચારની કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાસરિયા કામવાળીની જેમ કામકાજ કરાવીને પુરતું જમવાનું આપતા ન હતા
વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતી 30 વર્ષીય મહિલાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે અગાઉ છૂટાછેડા લીધા બાદ બીજા લગ્ન દીપકકુમાર વણકર(રહે, સંખેડા ગામ, છોટાઉદેપુર) સાથે કર્યાં હતા. તેમના પતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લગ્ન પછી પતિ ફરવા લઈ જતો ન હતો. ઘર છોડીને ક્યાંય જવાનું નહીં, મોબાઈલ વાપરવો નહીં, પિયર જોડે વાત કરવાની હોય તો પતિની હાજરીમાં કરવાની તેવા નિયમો સાસરી પક્ષમાં હતા. સસરા પ્રિન્સિપાલની ફરજમાંથી નિવૃત્ત થયા છે. સાસરિયા કામવાળીની માફક કામકાજ કરાવી પુરતું જમવાનું આપતા ન હતા. અને પતિને ખોટી કાનભંભેરણી કરતા હતા.

પોલીસવાળાને તો ખિસ્સામાં લઈને ફરું છું, તેવી નણદોઇ ધમકી આપતો હતો
નવરાત્રિના તહેવારોમાં પતિ રાત્રે ત્રણ વાગ્યા સુધી ઘરે નહીં આવી પત્નીને ગરબા રમવા મોકલતો નહોતો. પતિ અવાર-નવાર ઢોરમાર મારીને ઘરની બહાર કાઢી ઘરનો દરવાજો બંધ કરી દેતો હતો. નણદોઇ સંજયભાઇ વણકર હું વકીલ છું, તારી સામે ખોટા કેસ કરીને તમને ફસાવી દઈશ. પોલીસવાળાને તો ખિસ્સામાં લઈને ફરું છું, તેવી ધમકી આપતો હતો.

પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા
પતિ જણાવતો હતો કે, મા-બાપના કહેવાથી તારી સાથે લગ્ન કર્યાં છે. તારામાં કોઇ રસ નથી પત્ની તરીકે સ્વીકારવાનો પણ નથી. તું મને છૂટાછેડા આપી દે નહીં તો તને બદનામ કરી અને હું પણ આપઘાત કરીને મરી જઈશ અને તારું નામ લખીશ. પતિએ ખોટા આક્ષેપો સાથે છૂટાછેડા માટેનો દાવો કોર્ટમાં દાખલ કર્યો છે. પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની શંકા છે.

અન્ય સમાચારો પણ છે...