• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • 'If You Don't Bring Money From The Pier, You Will Not Stay In This House,' Said The Husband, Who Kicked His Wife Out Of The House With Her 12 year old Daughter.

વડોદરામાં પરિણીતાને ત્રાસ:'પિયરમાંથી રૂપિયા નહીં લાવે તો તારે આ ઘરમાં રહેવાનું નહીં, તેમ કહી પતિએ પત્નીને 12 વર્ષની દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પતિ રૂપિયા માટે ઝગડો કરીને પત્નીને માર મારતો હતો(પ્રતિકાત્મક તસવીર) - Divya Bhaskar
પતિ રૂપિયા માટે ઝગડો કરીને પત્નીને માર મારતો હતો(પ્રતિકાત્મક તસવીર)
  • ગોત્રી વિસ્તારમાં પતિ શેર બજારમાં સટ્ટો રમવાની સાથે વ્યસન કરતો હતો
  • ઉછીના નાણાં પત્નીને તેના પિયરમાંથી લાવવા માટે પતિ દબાણ કરતો હતો

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી 12 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે રહેતી પરિણીતાને લગ્નના 13 વર્ષ પછી પતિએ દહેજ માટે મારઝૂડ કરી દીકરી સાથે ઘરમાંથી કાઢી મુકતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, પતિ શેર બજારમાં સટ્ટો રમવાની સાથે અન્ય વ્યસન કરતો અન્ય લોકો પાસેથી ઉછીના પૈસા લઇને આવતો હતો અને ઝગડો કરી માર મારતો હતો.

વ્યસન કરતો હોવાથી ઉછીના રૂપિયા લેતો હતો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી 37 વર્ષીય પરણીતા 12 વર્ષની દીકરી સાથે બહેનના ઘરે રહે છે અને ઘરકામ કરીને પોતાનું અને પુત્રીનું જીવન ગુજરાન ચલાવે છે. પરણિતાના વર્ષ-2008ના ફેબ્રુઆરી મહિનામાં માંજલપુરના રહેવાસી આશિષ દિનેશભાઇ વાઘેલા સાથે લગ્ન થયા હતા. લગ્નબાદ પરિણીતા પતિ સાથે સંસાર માંડવા સાસરિયામાં રહેવા ગઇ હતી. શરૂઆતના સમયમાં લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યો હતો. થોડા સમય બાદ પરણીતાને જાણ થઇ હતી કે, પતિ આશિષને શેર બજારમાં સટ્ટો રમવાની સાથે અન્ય વ્યસન કરતો હોવાથી અન્ય લોકો પાસેથી ઉછીના પૈસા લઈને આવતો હતો.

પતિ રૂપિયા માટે ઝગડો કરીને પત્નીને માર મારતો હતો
દરમિયાન ઉછીના લીધેલા પૈસાની ઉઘરાણી માટે લોકો તેમના ઘરે આવતા હતા. ત્યારે આશિષ પરિણીતાને કહેતો હતો કે, આ રૂપિયા તારે ભરવાના છે અને તારી પાસે રૂપિયા ના હોય તો તારી બેન તથા તારા ભાઇ પાસેથી રૂપિયા લઇ આવ અને તું રૂપિયા નહીં લાવે તો તારે આ ઘરમાં રહેવાનું નહીં તેમ કહીને ઝગડો કરી માર મારતો હતો. તેમજ છૂટાછેડા આપવાની ધમકી આપતો હતો.

નણંદ અને તેના પતિએ ધમકી આપી
27 જુલાઇ-2020ના રોજ પરિણીતાની નણંદ બિંદુ પરમાર અને તેના પતિ અનિલ પરમાર તેમના ઘરે આવ્યા હતા. પરિણીતાએ પતિ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અને માનસિક ત્રાસની સાથે મારઝૂડ કરતા હોવાની વાત નણંદ અને તેના પતિને કરી હતી. ત્યારે નણંદ અને તેના પતિએ ધાક ધમકી આપી તને આ ઘરમાં રહેવા દઈશું નહીં. તને અને તારી દીકરીને પ્રોપર્ટીમાં કોઈ હિસ્સો આપીશું નહીં અને ઘરમાંથી કાઢી મુકીશું.

પરિણીતાએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
દરમિયાન આ વાતની જાણ પતિ આશિષને થતાં તેણે મને ઉઘરાણી માટે ફોન આવ્યા કરે છે. હું ક્યાંથી પૈસા લઈને આવું તેમ જણાવી પરિણીતા પાસેથી સોના ચાંદીના દાગીના અને કપડા લઇ લીધા બાદ પરિણીતાને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. આખરે પરણીતાએ માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પતિ આશિષ દિનેશ વાઘેલા, નણંદ બિંદુ ઉર્ફે બિન્ની અનિલ પરમાર અને નણંદના પતિ અનિલ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દહેજ ધારા, મારઝૂડ, અને ધાકધમકીની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...