વડોદરા શહેરમાં વ્યાજખોરોને કાબૂમાં લેવા માટે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોક દરબાર યોજાવામાં આવી રહ્યા છે, ત્યારે ફતેગંજમાં યોજાયેલ લોક દરબારમાં DCPએ જણાવ્યું કે, જો તમે વ્યાજખોરો સામે જાહેરમાં અમારી સમક્ષ રજૂઆત ન કરી શકતા હોય તો બેનામી અરજી આપો. અમે તેમના સામે તપાસ કરીશું.
ફતેગંજમાં યોજાયો લોકદરબાર
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ તંત્રને સૂચન અપાયું છે કે વ્યાજખોરો સામે કાર્યવાહી કરો તેમજ આ અંગે જે લોકોની ફરિયાદ હોય તેમના માટે લોક દરબારના કાર્યક્રમ યોજવામાં આવે. ત્યારે વડોદરામાં પણ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં આજે ફતેગંજ અને ગોત્રીમાં લોક દરબારનું આયોજન કરાયું છે.
વાર્ષિક 15 ટકાથી વધુ વ્યાજ ન લઇ શકાય
ફતેંગજ ખાતે યોજાયેલ લોક દરબાર કાર્યક્રમમાં DCP અભય સોનીએ જણાવ્યું હતું કે, વર્ષ 2011ના કાયદા અનુસાર રજીસ્ટર પેઢી જ નાણાનું ધિરાણ કરી શકે. સાથે જ વર્ષિક 15 ટકા જ વ્યાજ ચુકવવાનું હોય છે. પરંતુ ઘણા કિસ્સા સામે આવ્યા છે જેમાં વ્યાજખોરો મહિનાનું 15 ટકા વ્યાજ વસૂલી રહ્યા છે. જે વ્યાજખોરો લોકોની મજબૂરી ફાયદો ઉઠાવે છે તે હવે આ ધંધો બંધ કરી દે. હવે સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરશે.
વ્યાજખોરો સામે બેનામી અરજી આપો
DCP અભય સોનીએ જણાવ્યું હતું કે, લોક દરબારમાં અમે વ્યાજખોરો સામે ફરિયાદ સાંભળવા માટે આવ્યા છીએ. જે વ્યાજખોરો તમને પરેશાન કરતા હોય તેમના વિશે અમને જણાવો. જે બાકીદારો રૂપિયા નથી ચુકવી શકતા તેમના માટે કોર્ટ છે. નાણા વસૂલવા માટે કોઇ ધમકાવી ન શકે. રજીસ્ટ્રર પેઢીઓ પણ બાકીદારોને સીધી રીતે ધમકાવી ન શકે કોર્ટ દ્વારા તેણે કાર્યવાહી કરવી પડે. જો તમે લોક દરબારમાં જાહેરમાં વ્યાજખોરો સામે બોલી કે ફરિયાદ નથી કરી શકતા તો પોલીસ સ્ટેશનમાં અનામી અરજી આપો અમે તેની સામે કાર્યવાહી કરીશું.
ક્યાં યોજાશે લોક દરબાર
ફતેગંજ પોલીસ સ્ટેશન
જે બંેકો ઊંચા વ્યાજે લોન આપે છે તેની સામે પગલાં લો
ફતેંગજ પોલીસ સ્ટેશનમાં પણ બપોરે 12 વાગે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિસ્તારમાં 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા. પોલીસને 4 નાગરીકોએ અરજી આપી હતી. જયશ્રી નામની મહિલાએ રજૂઆત કરી હતી કે, જે ખાનગી બેંકો ઉંચા વ્યાજે પૈસા આપે છે તેની સામે પણ કાર્યાવાહી કરવી જાઈએ. ત્યારે બીજી તરફ શુક્રવારે વ્યાજખોરીના ગુનામાં પાસા થતાં સંજય મકવાણાના પરિવારે રજૂઆત કરી હતી કે તેઓએ સંબધમાં પૈસા આપ્યા હતા પણ સામેવાળાએ કાયદાનો ગેરવ્યાજબી રીતે ઉપયોગ કર્યો છે. આ વિશે પોલીસે કોઈ પગલા લેવા જોઈએ.
મકરપુરા પોલીસ સ્ટેશન
પોલીસ સ્ટેશનમાં પણ બપોરે 12 વાગે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં વિસ્તારમાં 100 થી વધુ લોકો હાજર રહ્યા હતા. પોલીસને 4 નાગરીકોએ અરજી આપી હતી. જયશ્રી નામની મહિલાએ રજૂઆત કરી હતી કે, જે ખાનગી બેંકો ઉંચા વ્યાજે પૈસા આપે છે તેની સામે પણ કાર્યાવાહી કરવી જાઈએ. ત્યારે બીજી તરફ શુક્રવારે વ્યાજખોરીના ગુનામાં પાસા થતાં સંજય મકવાણાના પરિવારે રજૂઆત કરી હતી કે તેઓએ સંબધમાં પૈસા આપ્યા હતા પણ સામેવાળાએ કાયદાનો ગેરવ્યાજબી રીતે ઉપયોગ કર્યો છે. આ વિશે પોલીસે કોઈ પગલા લેવા જોઈએ.
છેડતીની ફરિયાદ પોલીસે ન સાંભળી
લોક દરબારમાં વ્યાજખોરી સિવાય લોકોએ અન્ય પ્રકારની પણ ફરિયાદો કરી હતી. પોલીસે આ બાબતે પણ ધ્યાન આપીનેે લોકોને સાંભળ્યા હતા. જેમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં એક વૃદ્ધએ પોલીસ સામે આક્રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગત ગુરુવારે તેમની ભાણી રીચા (નામ બદલ્યું છે) સાથે રણોલી બજારમાં છેડતી થઈ હતી. વૃદ્ધ આ વિશે ફરિયાદ કરવા જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા પણ પોલીસે તેમની વાત સાંભળી નહોતી અને કોઈ કાર્યવાહી પણ કરી ન હોતી જેથી 7 તારીખે વૃદ્ધ કમિશ્નરમાં આ વિશે અરજી કરતા પોલીસ તંત્ર દોડતું થયું હતુ.
વાઘોડિયાના ભાવનગરપુરામાં નાણાં ચૂકવ્યા બાદ વ્યાજની ઉઘરાણી કરનારા સામે ફરિયાદ
વાઘોડિયા તાલુકાના ભાવનગરપુરા ગામે રહેતા ઐયુબભાઇ દાઉદભાઇ પટેલ (56) 30 વર્ષથી મરઘાનો વ્યવસાય કરતા હતા. 2016-17માં આંકલાવના રાજુભાઇ પટેલ સાથે મરઘા લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો. ઐયુબભાઇએ રાજુભાઇ પાસેથી મરઘા ઉધાર લીધા હતા. જેના 40 લાખ રૂપિયા તેમને ચુકવવાના જે ચુકવી દીધા હતા. જેની સામે રાજુભાઇ પટેલે ચેક પણ પરત આપી દીધા હતા, તેમ છતાં આ બાકી રકમના વ્યાજની રાજુભાઇ પટેલ માંગણી કર્યા કરતા હતા અને જોઇ લેવાની ધમકી આપતાં હતા. આખરે રાજુ પટેલે સામે ઐયુબ પટેલે જરોદ પોલીસમા ફરિયાદ આપતા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
સાસરોદ ગામના વ્યાજખોરે પરપ્રાંતી વેપારી પાસેથી 6 લાખની સામે 20 લાખ વસૂલ્યા
કરજણ જુના બજાર ખાતે આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા અને મૂળ યુપીના વતની સંતોષ રાધેશ્યામ તિવારી પોતે મિકેનિકલ હોય કરજણ ખાતે શિવ કૃપા હોટલ પર ગેરેજ ધરાવે છે. તેમણે સાસરોદ ગામના હુસેનભાઇ મુસાભાઇ સરનારીયા પાસેથી પાંચ વર્ષ પહેલા 6 લાખ રૂપિયા ઉછીના લીધા હતા જેમાં 6 લાખ રૂપિયાની સામે આરોપીએ 20,00000 રૂપિયા પડાવી લઇ ગુનો કરતા આખરે સંતોષ તિવારી એ હુસેનભાઈ મુસાભાઈ સરનારીયા સામે કરજણ પોલીસ સ્ટેશન માં ગુનો નોંધાવતા પોલીસે મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધી આરોપી હુસેનભાઈ સરનારીયા ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.